Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

મહેમાન બનીને પહોંચ્યો હતો લગ્નમાં : બની ગયો વરરાજો!

ગર્લફ્રેન્ડના કારણે એક રાત પહેલા જ ફરાર થઈ ગયો વરરાજો, મંડપમાંથી મળી ગયો બીજો મુરતિયો

ચેન્નાઇ,તા. ૬: શું તમે નસીબને માનો છો? જો નહીં તો કોઈ જ ફરક નથી પડતો! કારણકે જે થવાનું છે તે તો થવાનું જ છે. ભલે ગમે તે થઈ જાય. તમે ભલે ઈત્ત્।ેફાક કે આવી વસ્તુઓને ન માનતા હોવ પરંતુ આ સમાચારને વાંચ્યા પછી તમે હકીકતને નજરઅંદાજ ન કરી શકો. જરા એ જણાવો કે લગ્ન ચાલુ હોય અને કોઈ વરરાજો ભાગી જાય અને તરત જ કોઈ મહેમાનને તે વરરાજાની જગ્યાએ પરણાવી દેવામાં આવે ખરા? એકદમ અશકય સવાલ લાગ્યો ને? પરંતુ આવું બન્યું છે.

આ સમગ્ર ઘટના ચિકમગલૂર જિલ્લાના તારિકેરે તાલુકાના એક ગામનો જણાવવામાં આવે છે. જયાં એક ગર્લફ્રેન્ડના કારણે વરરાજો એક રાત પહેલા જ ફરાર થઈ ગયો હતો. જોકે, જયારે લગ્નનો દિવસ આવ્યો ત્યારે વરરાજો ન મળ્યો તો લગ્નમાં આવેલા મહેમાનમાંથી એકે તેની જગ્યા લીધી અને તે મહિલા સાથે લગ્ન પણ કરી લીધાં.

અમારા સહયોગી 'બેગલુરુ મિરર'ના રિપોર્ટ અનુસાર, બે ભાઈઓ, અશોક અને નવીનને રવિવારે એક જ સ્થળ પર લગ્ન કરવાના હતાં. શનિવારે નવીન અને તેની થનારી પત્ની સિંધુએ તસવીરો પણ પડાવી હતી અને વડીલોના આશીર્વાદ પણ લીધા હતાં. જોકે, જયારે રવિવાર એટલે કે લગ્નનો દિવસ આવ્યો તો નવીન ગુમ થઈ ગયો હતો.

પછી ખબર પડી કે નવીનની ગર્લફ્રેન્ડે તેને ધમકી આપી હતી કે તે મહેમાનોની સામે જ ઝેર પીને લગ્નને બરબાદ કરી નાખશે. આ માટે જ નવીન લગ્નના હોલમાંથી ભાગી છૂટ્યો હતો અને તેની પ્રેમિકાને પ્રોમિસ આપ્યુ હતું કે તે તુમકુરુમાં મળશે. જોકે, ત્યારથી જ નવીનની કોઈ જ ભાળ નથી. જયારે લગ્નનો દિવસ આવ્યો ત્યારે નવીનના ભાઈ અશોકે સાત ફેરા ફર્યા હતાં. જયાર સિંધુનો પરિવાર આઘાતમાં હતો.

હકીકતમાં જેવું સિંધુએ પોતાના ફૂટેલા નસીબ અંગે રોવાનું શરુ કર્યું તો તેના પરિવારના સભ્યોએ નિર્ણય લીધો કે તે વેડિંગ હોલમાંથી જ તેના માટે યોગ્ય વરરાજો શોધી લેશે. ચંદ્રપ્પા પોતે BMTઘ્માં કંડકટર છે. જે આ ઘટનાનો સાક્ષી પણ હતો. ચંદ્રપ્પાએ ઈચ્છા વ્યકત કરી કે જો બન્ને પરિવાર સહમત હોય તો તે લગ્ન કરવા માટે તૈયાર છે. જલદી જ બન્ને પરિવાર મળ્યા, લગ્નની વિધિ પૂરી થઈ અને તે દિવસે જ ચંદ્રપ્પા અને સિંધુ પતિ-પત્ની બની ગયાં.

(9:34 am IST)