Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

નવા વર્ષમાં પહેલીવાર વધ્યા પેટ્રોલ -ડીઝલના ભાવ

સતત ૨૯ દિવસ સુધી સ્થિર થયા બાદ ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કર્યો વધારો

નવી દિલ્હી,તા. ૬: સતત ૨૯ દિવસ સુધી સ્થિર રહ્યા બાદ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ઓઇલ કંપનીઓ દરરોજ સવારે પેટ્રોલ અને ડીઝલના ભાવને રિવાઇઝ કરે છે. પરંતુ છેલ્લા ૨૯ દિવસમાં ભાવમાં કોઈ ફેરફાર નહોતો જોવા મળ્યો. પરંતુ આજે નવા વર્ષમાં પહેલી વાર પેટ્રોલ અને ડીઝલ મોંદ્યું થયું છે. ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ પરથી મળતી માહિતી મુજબ આજે ડીઝલના ભાવમાં ૨૫દ્મક ૨૭ પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં ૨૪થી ૨૬ પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. આવો જાણીએ આજનો નવો ભાવ...

નોંધનીય છે કે, રોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર જાહેર થાય છે. સવારે ૬ વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકસાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય બાબતો જોડ્યા બાદ ભાવ લગભગ બમણો થઈ જાય છે.

વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકસાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે ૬ વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે. (૨૨.૬)

*દિલ્હી- પેટ્રોલ ૮૩.૯૭ રૂપિયા અને ડીઝલ ૭૪.૧૨ રૂપિયા પ્રતિ લીટર છે.

* મુંબઈ- પેટ્રોલ ૯૦.૬૦ રૂપિયા અને ડીઝલ ૮૦.૭૮ રૂપિયા પ્રતિ લીટર છે.

*કોલકાતા- પેટ્રોલ ૮૫.૪૪ રૂપિયા અને ડીઝલ ૭૭.૭૦ રૂપિયા પ્રતિ લીટર છે.

* ચેન્નઈ- પેટ્રોલ ૮૬.૭૫ રૂપિયા અને ડીઝલ ૭૯.૪૬ રૂપિયા પ્રતિ લીટર છે.

 

(9:31 am IST)