Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

૨૯મીથી સંસદનું સત્ર : ૧ ફેબ્રુઆરીએ રજૂ કરાશે બજેટ

૨૯ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોને સંબોધિત કરશે : આ વખતે બે તબક્કામાં યોજાઇ શકે છે બજેટ સત્રઃ પ્રથમ તબક્કો ૨૯ જાન્યુ.થી ૧૫ ફેબ્રુઆરી, બીજો ૮ માર્ચથી ૮ એપ્રિલ સુધી

નવી દિલ્હી,તા. ૬: ૨૯ જાન્યુઆરીથી બજેટ સત્ર શરૂ થઈ શકે છે. આ બજેટ સત્રનો પહેલો ભાગ ૧૫ ફેબ્રુઆરી સુધી ચાલશે. તે જ સમયે, બીજો ભાગ ૮ માર્ચથી ૮ એપ્રિલ સુધી ચાલશે. ૧ ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે.

સૂત્રોએ આપેલી માહિતી અનુસાર સંસદનું બજેટ સત્ર ૨૯ જાન્યુઆરીથી શરૂ થશે. તેનો પ્રથમ તબક્કો ૧૫ ફેબ્રુઆરીથી ચાલશે, જયારે બીજો ભાગ ૮ માર્ચથી ૮ એપ્રિલ સુધી રહેશે. ૧ ફેબ્રુઆરીએ મુખ્ય બજેટ રજૂ કરવામાં આવશે.

સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ (સીસીપીએ) ની ભલામણોને ટાંકતા સૂત્રોએ જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૨૯ જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોની સંયુકત બેઠકને સંબોધન કરશે અને કેન્દ્રીય બજેટ ૧ ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. સંસદના બજેટ સત્ર દરમિયાન કોવિડ -૧૯ સંબંધિત તમામ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે.

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ ૨૦૨૧-૨૨ના સંદર્ભમાં ઇન્ફ્રાસ્ટ્રકચર, ઉર્જા અને કલાઇમેટ ચેન્જના ટોચના નિષ્ણાતો સાથે બજેટની પહેલા ચર્ચા કરી છે. મહત્વનું છે કે ૧૪ ડિસેમ્બર, ૨૦૨૦ થી નાણાં પ્રધાન સીતારામન વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા ટોચના નિષ્ણાતો સાથે પૂર્વ-બજેટ ચર્ચા કરી રહ્યા છે. નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસના રોગચાળાને ધ્યાનમાં રાખીને, આ વખતે બજેટ પૂર્વેની બધી મીટિંગ્સ વર્ચ્યુઅલ રીતે થઈ રહી છે.

નાણાં પ્રધાને તાજેતરમાં કહ્યું હતું કે, આગામી બજેટમાં માળખાગત સુવિધાઓ પર સરકારી ખર્ચ જાળવવા પર ભાર મૂકવામાં આવશે. ભારતીય અર્થવ્યવસ્થા પર તેની દ્યણી અસર પડી છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેનાથી અર્થવ્યવસ્થામાં ટકાઉ રિકવરી થતી જોઈ શકાશે. આ વર્ષે, કોરોના સંકટને કારણે દેશના અર્થતંત્રને અસર થઈ છે. આવી સ્થિતિમાં બજેટનું મહત્વ વધ્યું છે.

સરકારે સામાન્ય લોકો પાસેથી બજેટ ૨૦૨૧ માટે સૂચનો પણ માંગ્યા હતા. ૨૦૨૧-૨૨ના બજેટની ચર્ચાઓમાં લોકોની મહત્ત્।મ ભાગીદારીની ખાતરી કરવા માટે, સરકારે માયગોવ પ્લેટફોર્મ પર સુવિધા આપી હતી.

(9:31 am IST)