Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

સૈન્ય કોઇ પણ ક્ષણે કાર્યવાહી કરવા માટે તૈયાર અને ફુલ ટાઇમ કોમ્બેટના મોડમાં રહે: જિનપિંગ

મિલિટ્રી ટ્રેનિંગને મજબૂત કરવા અને જીતવાની ક્ષમતા પર ભાર મૂકયો

નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદાખ સરહદ વિવાદ અત્યારે પણ ચાલુ છે. બંને દેશ અનેક તબક્કાની સૈન્ય વાતચીત કરી છતાંય કોઇ પરીણામ પર પહોંચી શક્યા નથી. આ વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સેનાને કોઇ પણ ક્ષણે કાર્યવાહી માટે તૈયાર રહેવાનું જણાવ્યુ છે એવા સમાચાર સામે આવ્યા છે.

જિનપિંગે 4 જાન્યુઆરીના રોજ આદેશ આપતા સેન્ય ‘કોમ્બેટ તૈયારીઓ’ પર ભાર આપે. શિન્હુઆ ન્યૂઝ એજન્સી મુજબ ચીની રાષ્ટ્રપતિએ આર્મ્ડ ફોર્સેઝને હંમેશા સંપૂર્ણ તૈયારી રાખવા માટે વાસ્તવિક કોમ્બેટ પરિસ્થિતિમાં ટ્રેનિંગ વધારવા માટે જણાવ્યુ છે.

શી જિનપિંગે જણાવ્યુ છે કે પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ને કોઇ પણ ક્ષણે કાર્યવાહી કરવા માટે તૈયાર અને ફુલ ટાઇમ કોમ્બેટના મોડમાં રહેવુ જોઇએ. ફ્રન્ટલાઇન પર જે પણ થઇ રહ્યુ છે, તેનો ઉપયોગ સૈન્યની ક્ષમતાઓને વધારવા માટે થવો જોઈએ અને એક્સરસાઇઝમાં ટેક્નોલોજીને સામેલ કરવી જોઇએ.

 

જિનપિંગે 2021ના પ્રથમ સેન્ટ્રલ મિલિટ્રી કમીશન (CMC)ના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. તેમા તેમણે વાસ્તવિક કોમ્બેટની પરિસ્થિતિઓમાં મિલિટ્રી ટ્રેનિંગને મજબૂત કરવા અને જીતવાની ક્ષમતા પર ભાર મૂકવાનું કહ્યું.

શિન્હુઆ મુજબ શી જિનપિંગે જણાવ્યું કે PLA CMC અને કોમ્યુનિસ્ટ પાર્ટીના આદેશોનું પાલન થવુ જોઇએ, જેથી 1 જુલાઇએ પાર્ટીની સ્થાપનાની 100મી વર્ષગાંઠ પર શ્રેષ્ઠ પ્રદર્શન આપી શકાય.

જિનપિંગે જણાવ્યું કે સેનાને નવા ઉપકરણો, તાકત અને કોમ્બેટની પદ્ધતિઓને ટ્રેનિંગમાં સામેલ કરવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જૂનમાં ભારત અને ચીન વચ્ચે ગલવાન ખીણમાં હિંસક અથડામણ થઈ હતી. તેમાં ચીનના ઘણા સૈનિકો માર્યા ગયા, પરંતુ ચીને ક્યારેય સત્તાવાર આંકડા જાહેર કર્યા નહીં.

(12:38 am IST)