Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

વે કંગના રાનૌતના નિશાના પર શશી થરૂર : કહ્યું-ગૃહિણીઓના કામને વેતનભોગી વ્યવસાય ન બનાવો

કમલહસનની ટિપ્પણીને સમર્થન આપતા થરૂર પર પ્રહાર કર્યા

મુંબઈ : અભિનેત્રી કંગના રણૌતના નિશાના પર હવે કોંગ્રેસના નેતા શશિ થરુર આવ્યા છે સાઉથના સ્ટાર કમલ હાસને એક વાત કરી હતી. તેને થરુરે સમર્થન આપ્યું, તેમાં કંગનાએ તેમના પર પ્રહારો શરુ કરી દીધા.કંગનાએ શશિ થરુરની ટ્વીટનો જવાબ આપ્યો. સાથે ટોણો મરતા લખ્યું કે ગૃહિણીઓના કામને વેતનભોગી વ્યવસાય ન બનાવો.

કંગના તેના ટ્વીટર વોર માટે જાણીતી છે. તેના માટે તો તેણે પોતાના સમર્થકો સાથેની આખી કંગના ટીમ પણ બનાવી છે. તાજેતરમાં ખેડૂત આંદોલન મુદ્દે તેણે ભાજપ સરકારનું સમર્થન કર્યું હતું અને સિંગર-એક્ટર દિલજીત દોસાંજ સાથે શાબ્દિક યુદ્ધ છેડી દીધું હતું.

હવે તેના નિશાન પર કોંગ્રેસી નેતી શશિ થરુર આવ્યા છે. વાત મહિલાઓને તેમના ઘર કામ માટે વેતન આપવાની છએ. જે અંગે કમલ હાસને શરૂઆત કરી હતી. શશિએ તો તેને સપોર્ટ આપ્યો હતો.

કમલ હાસને મહિલાઓને તેમના ઘર કામ માટે વેતન આપી તેને વેતભોગી વ્યવસાય તરીકે માયતા આપવાનો વિચાર મૂક્યો હતો. શશિએ તેની પ્રસંશા કરતા ટ્વીટ કરી હતી કે,જે મહિલાઓને ગૃહકાર્યના બદલામાં વેતન આપી રહ્યું છે. તેવા ગૃહકાર્યને વેતનભોગી વ્યવસાય તરીકે માન્યતા આપવાના વિચારનું સ્વાગત કરું છું. તેનાથી સમાજમાં મહિલા ગૃહિણીઓની સેવાઓને ઓળખ મળશે. તેમની શક્તિ અને સ્વાયત્તા વધારશે અને સાર્વભૌમિક ઇન્કમનું સર્જન કરશે.

શશિ થરુરે તેમનો વિચાર મૂક્યો, પરંતુ કંગનાને આ વાત ખૂંચી ગઇ. તેણે શશિની ટ્વીટનો વળતો જવાબ આપતા લખ્યું કે,

અમારા પ્રેમ અને મહિલા જાતિને કિંમતમાં ન આંકશો, પોતાના વ્હાલાઓનું ધ્યાન રાખવા માટે અમને વેતન ન આપશો. અમને અમારા નાનકડા રાજ્ય અમારા ઘરની રાણી બનવા માટે વેતનની જરુર નથી. બધી જ વસ્તુને ધંધા-વ્યવસાય તરીકે જોવાનું બંધ કરું. પોતાની મહિલા પ્રત્યે આત્મસમર્પણ કરો, તેને માત્ર જોઇએ તમારો પ્રેમ અને સન્માન, વેતન નહીં.”

કંગનાની આ ટ્વીટથી એક વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે તેને ગૃહિણીઓના ઘરકામને વેતનભોગી વ્યવસાય બનાવવાની વાત સહેજેય ગમી નથી. તે એનો વિરોધ કરે છે. હવે શશિ થરુર કંગનાને શું જવાબ આપશે તે જોવાનું રહેશે.

(12:00 am IST)