Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

રશિયાના બે મિલિટરી એરફિલ્ડમાં વિસ્ફોટ : અનેક લોકોના મોત : મોટો ખળભળાટ

બંને વિસ્તારો યુક્રેનની સરહદથી સેંકડો કિલોમીટર દૂર: બંને ઘટનાઓ વિશે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને જાણ કરવામાં આવી

નવી દિલ્હી : એક અહેવાલ મુજબ  રશિયાના બે મિલિટરી એરફિલ્ડમાં વિસ્ફોટ થયા છે. જેમાં અનેક લોકોના મોત થયા છે.

મોસ્કોના દક્ષિણપૂર્વમાં રિયાઝાન શહેર નજીક એરફિલ્ડમાં બળતણ ટેન્કરમાં વિસ્ફોટ થતાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને છ અન્ય ઘાયલ થયા હતા.

સેરાટોવ ક્ષેત્રમાં થયેલા વિસ્ફોટમાં અન્ય બે લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

હજુ સુધી આ વિસ્ફોટોનું કારણ જાણી શકાયું નથી. બંને વિસ્તારો યુક્રેનની સરહદથી સેંકડો કિલોમીટર દૂર છે.

ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે આ બંને ઘટનાઓ વિશે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને જાણ કરવામાં આવી છે.

 

(8:00 pm IST)