Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

30 વર્ષથી પહેલા દુનિયાની પ્રથમ ટેકસ્‍ટ મેસેજ ‘મેરી ક્રિસમસ' હતોઃ 15 અક્ષરવાળો શોર્ટ મેસેજને વોડાફોન નેટવર્કના માધ્‍યમથી મોકલાયો હતો

પ્રથમ ટેક્‍સ્‍ટ મેસેજ 1992માં વોડાફોનના એન્‍જીનિયર પાપવોર્થે તેના સાથી મિત્ર રિચર્ડ જારવિસને મોકલ્‍યો હતો

નવી દિલ્‍હીઃ દુનિયાનો સૌ પ્રથમ ટેક્‍સ્‍ટ મેસેજ 3 ડિસેમ્‍બર 1992માં વોડાફોન નેટવર્કના માધ્‍યમથી મોકલાયો હતો.

આજકાલની ભાગદોડ ભરેલી જીંદગીમાં ટેકસ્ટ મેસેજની મહત્વપૂર્ણ ભૂમિકા છે અને દરરોજ કરોડો લોકો ઘણા માધ્યમોમાંથી ટેકસ્ટ મેસેજ મોકલે છે. નવા આંકડા અનુસાર આજે મોકલવામાં આવતા ત્રણ ટેકસ્ટ મેસેજમાંથી એક એસએમએસ (Short Message Service) દ્વારા સેન્ડ અને રિસીવ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયાનો પ્રથમ ટેકસ્ટ મેસેજ ક્યારે મોકલવામાં આવ્યો હતો અને પહેલીવાર કોણે તેનો ઉપયોગ કર્યો હતો? 

30 વર્ષ પહેલાં મોકલવામાં આવ્યો હતો પ્રથમ SMS

ઇંડિપેંડેંટના રિપોર્ટ અનુસાર પ્રથમ ટેકસ્ટ મેસેજ 3 ડિસેમ્બર 1992 માં મોકલવામાં આવ્યો હતો અને ક્રિસમસની શુભેચ્છા પાઠવવવામાં આવી હતી. દુનિયાનો પ્રથમ ટેકસ્ટ મેસેજ 'મેરી ક્રિસમસ' હતો અને 15 અક્ષરવાળા આ શોર્ટ મેસેજને વોડાફોન નેટવર્કના માધ્યમથી મોકલવામાં આવ્યો હતો. 

કોણે મોકલ્યો હતો પ્રથમ ટેકસ્ટ મેસેજ? 

દુનિયાનો પ્રથમ ટેકસ્ટ મેસેજ વોડાફોન એન્જીનિયર નીલ પાપવોર્થે કોમ્યુટરથી પોતાના બીજા સાથી રિચર્ડ જારવિસને મોકલ્યો હતો, જે કંપનીના ડાયરેક્ટર હતા. રિચર્ડને આ એસએમએસ ઓર્બિટલ 901 હેન્ડસેટ પર મોકલ્યો હતો. 

આજે પણ ખૂબ પોપ્યુલર છે SMS 

સંચાર ફર્મ ઇંફોબિપના સર્વેમાં ખુલાસો થયો છે કે સામેલ લોકોમાંથી 30 ટકાએ કહ્યું કે તે દરરોજ મેસેજ મોકલે છે અને તેમાંથી 54 ટકા લોકોએ જણાવ્યું હતું કે મેસેજ મોકલવા માટે SMS નો ઉપયોગ કરે છે. ઇંફોબિપ યૂકેની કંટ્રી મેનેજર નિખિલ સૂરજીએ કહ્યું કે 30 વર્ષોમાં મેસેજિંગ ટેક્નોલોજીનો ઝડપથી વિસ્તાર થયો છે અને હવે લોકો વોટ્સએપથી માંડીને સ્કાઇપ સુધીનો ઉપયોગ કરી રહ્યા છે. કેટલાક લોકો આ તર્ક આપે છે કે મેસેજિંગ પ્લેટફોર્મની લોકપ્રિયતાની દોડમાં એસએમએસે પોતાની જમની ગુમાવી દીધી છે, પરંતુ અમારી શોધ પરિણામ તેના બિલકુલ વિપરીત છે. 

ખબર ન હતી આટલી પોપુલર થશે ટેક્સ્ટિંગ: નીલ

મેસેજ મોકલનાર વોડાફોન એન્જીનિયર નીલ પાપવોર્થ ટેકસ્ટ મેસેજને લઇને કહ્યું કે '1992 માં જ્યારે પહેલીવાર એસએમએસ મોકલ્યો હતો, ત્યારે ખબર ન હતી કે ટેક્સ્ટિંગ આટલી પોપુલર થઇ જશે અને દરરોજ લાખો લોકો તેનો ઉપયોગ કરશે. 

(5:41 pm IST)