Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

વિધવા પેન્‍શનમાં વધારો કરોઃ નેશનલ ફૂડ સિકયોરિટી લાભથી વંચિત નહી રાખોઃઅગાઉના પત્રોનો ઉલ્લેખ કરીને મહિલાને વધુ લાભ આપવા માંગણી

સામાજિક સુરક્ષા પેન્‍શન અને માતૃત્‍વ ધારણ કરતા મહિલાઓ માટે નાણાં ફાળવોઃ ૫૧ અર્થશાષાીઓએ નાણામંત્રીને લખ્‍યો પત્ર

નવી દિલ્‍હીઃ વિશ્વભરના ૫૧ પ્રતિષ્ઠિત અર્થશાષાીઓએ નાણાપ્રધાન નિર્મલા સીતારમણને એક ખુલ્લો પત્ર લખીને સામાજિક સુરક્ષા પેન્‍શન અને માતા બન્‍યા પછી મહિલાઓને યોગ્‍ય લાભ આપવાની માંગ કરી છે અને આ માટે બજેટમાં ભંડોળ ફાળવવાની માંગ કરી છે.

અર્થશાષાીઓએ કહ્યું છે કે તેઓએ અગાઉ ૨૦ ડિસેમ્‍બર ૨૦૧૭ અને ૨૧ ડિસેમ્‍બર, ૨૦૧૮ના રોજ ભૂતપૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીને આ સંબંધમાં પત્રો લખ્‍યા હતા, પરંતુ તેમની દરખાસ્‍તો પર હજુ સુધી ધ્‍યાન આપવામાં આવ્‍યું નથી.

પત્રમાં કહેવામાં આવ્‍યું છે કે સરકાર હાલમાં નેશનલ પેન્‍શન સ્‍કીમ હેઠળ વળદ્ધોને દર મહિને માત્ર ૨૦૦ રૂપિયા ચૂકવે છે. આ રકમ ૨૦૦૬ થી વધારવામાં આવી નથી, જેને વધારીને રૂ. ૫૦૦ કે તેથી વધુ કરવી જોઈએ. હાલમાં સરકાર ૨.૧ કરોડ લોકોને પેન્‍શન આપે છે. નવી સિસ્‍ટમ લાગુ કરવા માટે સરકારે બજેટમાં વધારાના ૭,૫૬૦ કરોડ રૂપિયા ફાળવવા પડશે.

વિધવા પેન્‍શન ૩૦૦ રૂપિયાથી વધારીને ૫૦૦ રૂપિયા કરવાની પણ માંગ કરવામાં આવી છે. તેના પર ૧૫૬૦ કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થશે.

આ પત્રમાં એવું પણ કહેવામાં આવ્‍યું છે કે વર્ષ ૨૦૧૩થી નેશનલ ફૂડ સિકયોરિટી એક્‍ટ હેઠળ મહિલાઓને માતા બનવા પર ૬૦૦૦ રૂપિયા આપવાની જોગવાઈ હતી, પરંતુ કેન્‍દ્ર સરકારે ઘણા વર્ષો સુધી આ અંગે કોઈ પગલું ભર્યું ન હતું. . વર્ષ ૨૦૧૭માં આ સંદર્ભે પ્રધાનમંત્રી માતળ વંદના યોજના લાવવામાં આવી હતી. જો કે, આ માટે બજેટમાં કયારેય ૨.૫ હજાર કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી નથી. રાષ્‍ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનાના ધારાધોરણો અનુસાર આ જરૂરી બજેટનો ત્રીજો ભાગ પણ નથી. આ પોતે જ કાયદાનું ઉલ્લંઘન છે.

આ યોજના હેઠળ એક મહિલાને દરેક બાળક માટે માત્ર ૫૦૦૦ રૂપિયા મળે છે. વર્ષ ૨૦૨૩-૨૪ના કેન્‍દ્રીય બજેટમાં ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ જરૂરી જાહેર કરાયેલા તમામ માતળત્‍વ લાભો લાગુ કરવા જોઈએ. આ માટે બજેટમાં ૮૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવી પડશે.

પત્રમાં એવું પણ કહેવામાં આવ્‍યું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, તમામ લાભાર્થીઓને દર મહિનાની સાતમીએ ચૂકવણી કરવામાં આવે.

(3:42 pm IST)