Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

કુનોમાં ‘‘નામીબીયન ચિત્તા'' વસવાટના મહત્‍વકાંક્ષી પ્રોજેકટના મુખ્‍ય પ્રદાનકર્તા ડો. એમ.કે. રણજીતસિંહજી અને ડો.દિવ્‍યભાનુસિંહજી રાજકોટની મુલાકાતે

દેશના ૧૫ અભ્‍યારણ્‍ય અને ૮ રાષ્‍ટ્રીય ઉદ્યાનના પ્રણેતા, બારાસીંગા, ઘડીયાલ, કાળીયાર, વાઘ સહીતની પ્રજાતીઓના સંરક્ષક ડો. એમ.કે. રણજીતસિંહજી ધ ગ્રેટ ઇન્‍ડીયન બસ્‍ટાર્ડ (ઘોરાડ પક્ષી)ને બચાવવા ખુબ મહેનત કરી રહ્યા છે : ધ ઇન્‍ડીયન બ્‍લેકબક, ઇન્‍ડીયન વાઇલ્‍ડ લાઇફ, લાઇફ વીથ વાઇલ્‍ડ લાઇફ, બીયોન્‍ડ ધી ટાઇગર, પોર્ટેઇટ ઓફ એશીયન વાઇલ્‍ડ લાઇફ જેવા પ્રસિધ્‍ધ પુસ્‍તકોના લેખક પણ ડો. એમ.કે.રણજીતસિંહજી છે * ભારતીય ચિત્તા ઉપર લખાયેલ એક માત્ર પુસ્‍તક ‘ધ ચિત્તા ઇન ઇન્‍ડીયા' ડો. દિવ્‍યભાનુસિંહજીએ લખ્‍યું છે : ડો.એમ.કે. રણજીતસિંહજીએ ૧૯૭૧માં એક મહત્‍વની મીટીંગ દરમિયાન તત્‍કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્‍દિરા ગાંધીને સૂચન કરેલું કે તે સમયનો ૧૯૨૭ નો ફોરેસ્‍ટ કન્‍ઝર્વેશન એક્‍ટ આપણાં દેશનાં પર્યાવરણ અને વન્‍યજીવોની રક્ષા કરવા માટે બિલકુલ સક્ષમ નથી. આ સૂચનની ગંભીરતા ધ્‍યાન ઉપર લઈ, વાઈલ્‍ડલાઈફ પ્રોટેક્‍શન એક્‍ટ (વન્‍યજીવ સુરક્ષા અધિનિયમ) લખવાની જવાબદારી તેઓશ્રીને સોંપવામાં આવી અને હાલનો વાઈલ્‍ડલાઈફ પ્રોટેક્‍શન એક્‍ટ-૧૯૭૨ અમલમાં આવ્‍યો. જે આજે ૫૦ વરસ પછી પણ વન્‍યજીવોની સુરક્ષા માટે સમગ્ર વિશ્વમાં સૌથી કડક કાયદો કહેવાય છે.

યાદગાર પળો... ડો.શ્રી અને શ્રીમતી એમ.કે. રણજીતસિંહજી અને ડો.દિવ્‍યભાનુસિંહજી જાણીતા વાઇલ્‍ડ લાઇફ ફોટોગ્રાફર ભુષણ પંડયા પરિવારના ટુંકા સમય માટે મહેમાન બન્‍યા હતા ત્‍યારની તસ્‍વીરોમાં ‘ધ સ્‍ટોરી ઓફ એશીયા લાયન્‍સ' જે એશીયાટીક સિંહો ઉપર લખાયેલા પુસ્‍તકોમાંનું એક સારૂ પુસ્‍તક છે. જે ર૦૦પની સાલમાં તેના પ્રકાશક દ્વારા  ભુષણ પંડયાને કોપ્‍લીમેન્‍ટરી કોપી તરીકે ભેંટ આપવામાં આવ્‍યું હતું. આટલા વર્ષો બાદ તેના લેખક દિવ્‍યભાનુસિંહજીના ઓટોગ્રાફ  ભુષણ પંડયાએ તે પુસ્‍તક ઉપર મેળવી ધન્‍યતા અનુભવી હતી. ગીરમાં વસતા સીદી બાદશાહ અને જુનાગઢ નવાબના મ્‍યુઝીયમના ફર્નિચરની કેટલીક તસ્‍વીરો ભુષણભાઇએ આ પુસ્‍તક માટે ૧૯૯૫માં પુરી પાડી હતી. ડો.દિવ્‍યભાનુસિંહજી અને એમ.કે. રણજીતસિંંહજીએ પર્યાવરણ અને વન્‍યજીવ ઉપર અનેક સારા પુસ્‍તકો લખ્‍યા છે. તસ્‍વીરમાં એમ.કે.રણજીતસિંહજી અને ડો. દિવ્‍યભાનુસિંહજી સાથે ભુષણભાઇ પંડયા અને તેમના પરિવારજનો નજરે પડે છે.

 

રાજકોટ, તા., ૫:  પર્યાવરણ અને વન્‍ય જીવોની રક્ષાના આજીવન ભેખધારી વાંકાનેર રાજવી પરિવારના મહારાજકુંવર શ્રી રણજીતસિંહજી અને માણસા રોયલ પરિવારના શ્રી દિવ્‍યભાનુસિંહજી ચાવડા ર૮મીએ રાજકોટની ઉડતી મુલાકાતે આવ્‍યા હતા. રાજકોટ એરપોર્ટ ઉપરથી રવાના થતા પહેલા જાણીતા વાઇલ્‍ડ લાઇફ ફોટોગ્રાફર અને પ્રકૃતિપ્રેમી શ્રી ભુષણ પંડયાના તેઓ થોડા સમય માટે મહેમાન બન્‍યા હતા. બંન્ને મહાનુભાવો વિષે જાણવા જેવી કેટલીક વિગતો ભુષણભાઇ પંડયાએ ‘અકિલા' સાથે  શેર કરી હતી. જે નવી પેઢીના વન્‍યજીવ તસવીરકારો,  પર્યાવરણ  પ્રેમીઓ તથા વાંચકો માટે અત્રે પ્રસ્‍તુત છે.

ભુષણભાઇએ જણાવ્‍યું કે, મારાં સુખદ્‌ આヘર્ય સાથે સોમવાર તારીખ ૨૭ ની સાંજે ૭ અને ૧૪ મિનિટે મહારાજકુમાર શ્રી રણજીતસિંહજીનો ફોન આવ્‍યો. આમ તો મારે આદરણીય શ્રી દિવ્‍યભાનુસિંહજી ચાવડા  અને શ્રી એમ. કે. રણજીતસિંહજી ઝાલા સાથે લગભગ ત્રણેક દાયકાથી પરિચય છે, પરંતુ મારે ત્‍યાં પ્રથમ વખત પધારી રહ્યા હતા. તેથી મારાં સમગ્ર પરિવારમાં તેઓને સત્‍કારવાનો લાગણીસભર ઉત્‍સાહ હતો, જ્‍યારે હું પર્યાવરણ સંરક્ષણને  લગતી કઈ કઈ અગત્‍યની બાબતોની ચર્ચા કરી શકાય તથા બંને મહાનુભાવોનું ઓછાં સમયમાં કેટલું  વધુ માર્ગદર્શન લઈ શકાય તેના વિચારમાં હતો. ડૉ. એમ. કે. રણજીતસિંહ વાંકાનેર રાજવી પરિવાર અને ડૉ. દિવ્‍યભાનુસિંહજી  માણસા રાજવી પરિવારનાં છે. શ્રી રણજીતસિંહજી ૧૯૬૧ બેચના આઇ.એ.એસ. અધિકારી છે અને મધ્‍ય પ્રદેશના માંડલા જિલ્લાના કલેક્‍ટર તરીકે કારકિર્દી શરૂ કરેલ. ત્‍યાર બાદ વન અને પ્રવાસન વિભાગના સચિવ તરીકે કામગીરી કરેલ. તેઓશ્રીએ ૧૯૭૧ માં એક મહત્‍વની મીટીંગ દરમિયાન તત્‍કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્‍દિરા ગાંધીને સૂચન કરેલું કે તે સમયનો ૧૯૨૭ નો ફોરેસ્‍ટ કન્‍ઝર્વેશન એક્‍ટ આપણાં દેશનાં પર્યાવરણ અને વન્‍યજીવોની રક્ષા કરવા માટે બિલકુલ સક્ષમ નથી. આ સૂચનની ગંભીરતા ધ્‍યાન ઉપર લઈ, વાઈલ્‍ડલાઈફ પ્રોટેક્‍શન એક્‍ટ (વન્‍યજીવ સુરક્ષા અધિનિયમ) લખવાની જવાબદારી તેઓશ્રીને સોંપવામાં આવી અને હાલનો વાઈલ્‍ડલાઈફ પ્રોટેક્‍શન એક્‍ટ-૧૯૭૨ અમલમાં આવ્‍યો. જે આજે ૫૦ વરસ પછી પણ વન્‍યજીવોની સુરક્ષા માટે સમગ્ર વિશ્વમાં સૌથી કડક કાયદો કહેવાય છે. આ અધિનિયમ હેઠળ શ્રી રણજીતસિંહજી મધ્‍ય પ્રદેશમાં ૧૫ અભયારણ્‍ય તથા ૮ રાષ્‍ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં સફળ રહ્યા. તેઓશ્રી નું બારાસિંગા, ઘડિયાલ, કાળિયાર, વાઘ, વિગેરે પ્રજાતિઓના સંરક્ષણમાં પણ મહત્‍વનું યોગદાન છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગ્રેટ ઇન્‍ડિયન બસ્‍ટાર્ડ (ઘોરાડ) પક્ષીને બચાવવા માટે મહેનત કરી રહ્યા છે. તેઓશ્રીએ ધ ઇન્‍ડિયન બ્‍લેકબક, ઇન્‍ડિયન વાઇલ્‍ડલાઇફ, બિયોન્‍ડ ધ ટાઈગરઃ પોર્ટેઇટ ઓફ એશિયન વાઇલ્‍ડલાઇફ, લાઈફ વિથ વાઇલ્‍ડલાઇફ જેવા પ્રસિદ્ધ પુસ્‍તકો લખેલ છે.

 ડૉ. દિવ્‍યભાનુસિંહજી એ અનેક રિસર્ચ પેપર્સ લખેલ છે. ધ એન્‍ડ ઓફ એ ટ્રેઇલઃ ધ ચીત્તા ઈન ઇન્‍ડિયા, ધ સ્‍ટોરી ઓફ એશિયાઁઝ લાયન્‍સ, ધ સ્‍ટોરી ઓફ ઇન્‍ડિયા'ઝ યુનિકોર્નસ જેવા સુંદર પુસ્‍તકો લખેલ છે. તેમનું ચીત્તા ઉપરનું પુસ્‍તક ભારતીય ચીત્તા ઉપર લખાયેલ એકમાત્ર પુસ્‍તક છે. થોડાં સમય પહેલાં નામિબિયાથી ૮ ચીત્તા ભારતમાં કૂનો નેશનલ પાર્કમાં લાવવામાં આવ્‍યા, તે ચીત્તા રીઇન્‍ટ્રોડક્‍શન પ્રોજેક્‍ટમાં ડો. રણજીતસિંહજી તથા ડૉ. દિવ્‍યભાનુસિંહજીનું મહત્‍વનું પ્રદાન છે.

કેમ છો ભૂષણભાઈ? ગીરમાં બધા કેમ છે? અત્‍યારે સિંહની કેટલી વસ્‍તી હશે? સિંહોનાં સંરક્ષણમાં શું કરવું જોઈએ?

આપણાંથી ઘણાં અનુભવી તજજ્ઞો તરફથી જ્‍યારે ઉપરના સવાલો કરવામાં આવે ત્‍યારે સ્‍વાભાવિક રીતે જ આヘર્ય થાય! મેં જણાવ્‍યું કે ગીર, ગિરનાર, પાણીયા અને મીતીયાળા, સિંહોનાં આ ૪ આરક્ષિત વિસ્‍તારો છે, તેની બહાર આશરે ૫૦ ટકા સિંહો છે અને ભવિષ્‍યમાં પણ તેમની સંખ્‍યા વધશે. માનવ વિસ્‍તારો વચ્‍ચે જ્‍યારે સિંહ અને દીપડા જેવા પરભક્ષી રહેતા હોય ત્‍યારે તેના  વ્‍યવસ્‍થાપનમાં સતત અને સઘન કાર્ય કરવું જરૂરી છે. જેટલું કરીએ તેટલું ઓછું છે. બરડા અભ્‍યારણ્‍ય તથા આજુબાજુના વિસ્‍તારમાં આશરે ૮૦ થી ૧૦૦ સિંહો વસવાટ કરી શકે તેમ છે. તેના માલધારીઓને યોગ્‍ય સુવિધા આપી અભ્‍યારણ્‍ય બહાર સ્‍થળાંતર કરવાનો સમય આવી ગયો છે.

શ્રી રણજીતસિંહજીએ જણાવ્‍યું કે મેં ૧૯૭૧ માં સિંહોને બરડામાં લઈ જવાનો પ્રયત્‍ન કરેલ, પરંતુ ત્‍યારે કોઈ બરડાને સેન્‍કચ્‍યુરી (અભયારણ્‍ય) પણ જાહેર કરવા નહોતું માગતું! અત્‍યારે મને બરડાના માલધારીઓ સામેથી કહે છે કે અમારા બાળકોને સારું શિક્ષણ અને સારું ભવિષ્‍ય આપવું છે, અમને બહાર લઈ જાવ, કચ્‍છમાં ઘોરાડ પક્ષીની માત્ર ચાર માદા વધી છે, તે પ્રત્‍યે તેઓશ્રીએ ચિંતા વ્‍યક્‍ત કરતા ઉમેર્યું કે ગુજરાતમાં કેરેકલ (હેણોતરો) અને પેંગોલીન (કીડીખાઉ) લુપ્ત થવાને આરે છે. અંતમાં તેઓશ્રીએ  જણાવ્‍યું કે  ગુજરાત બીજા રાજ્‍યમાં સિંહો આપવા નથી ઇચ્‍છતું. તેનો વાંધો નથી, પણ અહીં ખુબ વધુ ધ્‍યાન આપવું જોઈશે. સિંહોને પકડી પકડીને ઝૂમાં મુકવા એ કોઈ સારું મેનેજમેન્‍ટ નથી! વાઇલ્‍ડમાંથી તો એટલાં ઓછાં થયાને?

શ્રી દિવ્‍યભાનુસિંહજીની ધ સ્‍ટોરી ઓફ એશિયાઁઝ લાયન્‍સ માટે મેં ગીર જંગલમાં વસતા સીદી લોકોના તથા જુનાગઢ મ્‍યુઝિયમમાં રહેલા નવાબના ફર્નિચરના ફોટા આપેલ. અત્રે એક રસપ્રદ બાબત યાદ આવે છે કે સ્‍વ. ડૉ. સનતભાઇ ચવાણ, ભા.વ.સે., પીસીસીએફ અને હોફ્‌ફ (નિવળત્ત) રોજિંદી ડાયરી લખતા. તેમને ખ્‍યાલ હતો કે તેમના મિત્ર શ્રી ચાવડા  લગભગ ૨૫-૩૦ વર્ષથી સિંહ ઉપર સંશોધન રહ્યા છે - પુસ્‍તક લખી રહ્યા છે. તેથી વર્ષોથી એકત્ર કરેલ ડેટા તેઓશ્રીએ શ્રી ચાવડા સાહેબને પુસ્‍તક માટે આપી દીધેલ! શ્રી ચવાણએ આ વાત મને સંતોષ સાથે જણાવેલ કે તેમની મહેનત સારી જગ્‍યાએ કામ આવશે. એ પુસ્‍તક તો શ્રી ચાવડાના કહેવાથી માર્ગ પબ્‍લિકેશન તરફથી મને ૨૦૦૫માં જ મળી ગયું હતું, પરંતુ છેક ૧૭ વર્ષ પછી આજે મને તેમનો ઓટોગ્રાફ લેવાનો મોકો મળ્‍યો!  જેમને ગીરના સિંહોનો ઇતિહાસ અને બીજી રસપ્રદ બાબતો જાણવી હોય તેમણે આ પુસ્‍તક જરૂર વસાવવું જોઈએ. રણજીતસિંહજીએ તેમના બીજા બંને પુસ્‍તકોમાં મારું કોઈ યોગદાન ન હોવા છતાં પણ ભેટ આપેલ છે!

જયપુર સ્‍થિત ૮૧ વરસના શ્રી દિવ્‍યભાનુસિંહજી અને દિલ્‍હી રહેતા ૮૩ વર્ષના શ્રી અને શ્રીમતી રણજીતસિંહજીની સાદગી, તંદુરસ્‍તી, સ્‍ફૂર્તિ અને વન્‍યજીવ પ્રત્‍યેનો લગાવ ખૂબ જ પ્રેરણાદાયક છે. તેમની વિદાય પછી મને એવો પણ વિચાર આવ્‍યો કે જો રાજકોટનું આંતરરાષ્‍ટ્રીય એરપોર્ટ શરૂ થઈ ગયું  હોત તો આ મહાનુભાવો કદાચ મારે ત્‍યાં આજે મહેમાન ન થયા હોત!!! Blessing in disguise! (ઇષ્ટાપત્તિ/દુર્ભાગ્‍યમાં આશીર્વાદ!)

 

ભૂષણ પંડ્‍યા

જાણીતા વાઇલ્‍ડલાઇફ ફોટોગ્રાફર અને સ્‍ટેટ બોર્ડ ફોર વાઇલ્‍ડ લાઇફના પૂર્વ મેમ્‍બર

(મોઃ૯૪૨૮૨ ૦૩૧૧૭)

-: આલેખન :-

જયદેવસિંહ જાડેજા

(3:32 pm IST)