Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

લાલુ પ્રસાદ યાદવનું સિંગાપોરમાં થશે કીડનીનુ ઓપરેશન: દીકરી રોહિણી આચાર્ય આપશે કિડની

પુત્રી રોહિણી આચાર્યએ હોસ્પિટલની એક તસવીર શેર કરી અને લોકોને પ્રાર્થના કરવા કહ્યુ. 

 નવી દિલ્હી : રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ યાદવની સોમવારે કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી થશે. તેમની પુત્રી રોહિણી આચાર્યએ હોસ્પિટલની એક તસવીર શેર કરી અને લોકોને પ્રાર્થના કરવા કહ્યું.

લાલુ યાદવનું ઓપરેશન સિંગાપોરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં થશે. લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્ય પોતાના પિતાને કિડની દાન કરી રહી છે.

ગયા મહિને રોહિણી આચાર્ય અને લાલુ પ્રસાદ યાદવની કિડની મેચ થઈ હતી.

આરજેડી ચીફ લાલુ લાંબા સમયથી અનેક બીમારીઓથી પીડિત છે. તેને ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશર જેવી બીમારીઓ પણ છે.

લાલુ પ્રસાદ યાદવ જુલાઈ મહિનામાં પટનામાં તેમના ઘરે પડી ગયા હતા, જેના કારણે તેઓ ખૂબ જ ઘાયલ થયા હતા.

રોહિણી આચાર્ય સિંગાપોરમાં જ રહે છે.

કિડની મેચ થવા પર રોહિણી આચાર્યએ ટ્વીટ કર્યું હતું કે, “જે પિતાએ મને આ દુનિયામાં અવાજ આપ્યો. જે મારા સર્વસ્વ છે, તેમના માટે જો હું મારા જીવનનો એક નાનો એવો યોગદાન આપી શકું છુ, તો તે મારૂ પરમ સૌભાગ્ય હશે. ધરતી પર ભગવાન માતા-પિતા હોય છે, તેમની પૂજા અને સેવા દરેક બાળકની ફરજ છે.

આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવને નવ બાળકો છે અને રોહિણી આચાર્ય તેમની બીજી પુત્રી છે.

(1:11 pm IST)