Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

બાળકોનાં નામ ‘બોમ્‍બ', ‘ગન'અને ‘સેટેલાઇટ'રાખવાનો આદેશ

નોર્થ કોરિયાએ માતા-પિતાને તેમનાં બાળકોને દેશભક્‍તિનાં નામ આપવાનો આદેશ આપ્‍યો છે

નવી દિલ્‍હી,તા. ૫ : નોર્થ કોરિયાએ માતા-પિતાને તેમનાં બાળકોને ‘બોમ્‍બ', ‘ગન'અને ‘સેટેલાઇટ'જેવાં દેશભક્‍તિનાં નામ આપવાનો આદેશ આપ્‍યો છે. પ્‍યોંગયાંગ સરકાર જેને નરમ માનતી હોય એવાં  નામ પર કડક કાર્યવાહી કરતી હોવાથી આ સૂચન કરવામાં આવ્‍યું છે. અગાઉ કમ્‍યુનિસ્‍ટ સરકાર એના નાગરિકોને સાઉથ કોરિયામાં વપરાય છે એવા રી (પ્રિય) કે સુ મી (સૌથી સુંદર) જેવાં વધુ લાગણીશીલ નામનો ઉપયોગ કરવાની છૂટ આપતી  હતી, પરંતુ હવે સરકારે લોકોને  આદેશ આપ્‍યો છે કે આવાં લાગણીશીલ નામ ધરાવતા લોકોએ તેમનાં નામ બદલીને વધુ દેશભક્‍તિના કે પછી વૈચારિક ઉપદેશકોનાં નામ રાખવાં જોઈએ.

કિમ જોંગ-ઉન ઇચ્‍છે છે કે પેરન્‍ટ્‍સ તેમનાં બાળકોને એવાં નામ આપે જેના અંતમાં વ્‍યંજન આવતાં હોય. જેઓ આ આદેશનું પાલન ન કરે તેને દંડ ફટકારવાની ધમકી પણ અપાઈ  છે.

એક અનામી રહેવાસીએ જણાવ્‍યું કે અધિકારીઓ લોકોને તેમનાં નામ રાજય સરકાર દ્વારા નિર્દિષ્ટ ધોરણો મુજબ બદલવાની ફરજ પાડી રહ્યા છે. ગયા મહિનાથી નેબરહૂડ-વોચ યુનિટના રહેવાસીઓની મીટિંગમાં અંતિમ વ્‍યંજન વિનાનાં તમામ નામોમાં સુધારો કરવા માટે સતત નોટિસ જારી કરવામાં આવી રહી છે.

જેમના નામના અંતમાં વ્‍યંજન નથી તેમને પોતાના નામમાં રાજકીય અર્થ ઉમેરવા માટે વર્ષાંત સુધીનો સમય આપવામાં આવ્‍યો છે.

(10:43 am IST)