Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

ઇન્‍ડોનેશિયામાં સૌથી ઊંચો જ્‍વાળામુખી ફાટતા પુલ તૂટી ગયો

જાકાર્તા તા. ૫ : ઇન્‍ડોનેશિયાનો સૌથી ઊંચો જવાળામુખી માઉન્‍ટ સેમેરુ ૪ ડિસેમ્‍બર ૨૦૨૨ના રોજ અચાનક ફાટી નીકળ્‍યો હતો. ૧૨ હજાર ફૂટ ઊંચા પર્વતની ટોચ પરથી એટલો લાવા, ગરમ રાખ અને વાયુઓ નીકળ્‍યા કે તે જવાળામુખીની ખીણમાં સ્‍થિત ગામડાઓમાં ખેતરોમાં પહોંચી ગયા.જેના લીધે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.લાવાની નદીઓ વહેતી હતી. માઉન્‍ટ સેમેરુ જવાળામુખી ઘણા દિવસોથી ધીમે ધીમે ધૂંધળી રહ્યો હતો. પરંતુ કમોસમી વરસાદને કારણે તેનો લાવા ડોમ તૂટી ગયો હતો. જેના કારણે ગરમ રાખ, ગેસ અને લાવાની નદીઓ ઘણા કિલોમીટર સુધી ઝડપથી વહી રહી હતી.

 ઈન્‍ડોનેશિયાની નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એજન્‍સીના પ્રવક્‍તા અબ્‍દુલ મુહારીએ જણાવ્‍યું હતું કે જવાળામુખીની આસપાસના અનેક ગામો રાખમાં ઢંકાઈ ગયા છે. ધુમાડા અને રાખના કારણે આકાશ કાળું થઈ ગયું છે. લોકોને દિવસ દરમિયાન પણ લાઇટ ચાલુ રાખવી પડે છે. લોકોને સલામત સ્‍થળે ખસેડવામાં આવ્‍યા છે. હાલમાં પણ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

(10:27 am IST)