Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

મહારાષ્ટ્રના સોલાપુરના માલશિરસની જોડીયા બહેનોએ એક જ છોકરા સાથે લગ્ન કર્યા

લગ્નના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો: પોલીસે વરરાજા વિરુદ્ધ કલમ 494 હેઠળ કેસ નોંધ્યો

મુંબઈ: મહારાષ્ટ્રના સોલાપુરમાં જોડિયા બહેનોએ એક જ છોકરા સાથે લગ્ન કર્યા. શુક્રવારે માલશિરસમાં ત્રણેયના લગ્ન થયા હતા. બંને બહેનો IT એન્જિનિયર છે. તેઓ બંને નાનપણથી મિત્રોની જેમ સાથે રહી અને આગળ પણ સાથે રહેવા માગે છે. જેથી બંનેએ અતુલ નામના યુવક સાથે લગ્ન કર્યા. તેમના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવતા લોકો પૂછી રહ્યા છે કે શું ખરેખર કાયદાકીય રીતે આ યોગ્ય છે. બીજી તરફ પોલીસે યુવક સામે કેસ નોંધ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર બંને બહેનો પિંકી અને રિંકી મુંબઈમાં આઈટી એન્જિનિયર છે. અતુલનો મુંબઈમાં ટ્રાવેલ એજન્સીનો બિઝનેસ છે. પિંકી અને રિંકીના પિતાનું થોડા દિવસ પહેલા મોત થયું હતું. ત્યાર પછી બંને બહેનો માલશિરસ તાલુકામાં આવીને રહેવા લાગી.

(9:07 pm IST)