Gujarati News

Gujarati News

News of Sunday, 5th December 2021

માત્ર રૂ. નવ લાખની લાલચમાં સપડાયો હૈદરાબાદનો C.A.: રૂ.૧૧૦૦ કરોડ ચીન મોકલવા માટે રૂ. નવ લાખનો સોદો કર્યો હતો

આ જ કેસના આધારે ઈડીએ મની લોન્ડરિંગનો કેસ નોંધીને તેની તપાસ શરૂ કરી હતી.

 

નવી દિલ્‍હી : ED રવિ કુમાર નામના CAની ચીની કંપનીઓ ને મોટી રકમ મોકલવા બદલ ધરપકડ કરી છે . આરોપ છે કે તેણે નકલી એરવે બિલ તૈયાર કરીને ચીનની કંપનીઓના 1100 કરોડ રૂપિયા દેશની બહાર મોકલ્યા છે. ચીનની કંપનીઓએ ઓનલાઈન ગેમ્સ અને ડેટિંગ એપ્લિકેશન દ્વારા લાખો લોકોને છેતર્યા હતા.

હૈદરાબાદ પોલીસે સપ્ટેમ્બર 2021ના રોજ મેસર્સ લિન્કયુન ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડ અને મેસર્સ ડોકીપે ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ચાઈનીઝ એપ્લિકેશન દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી કરવા બદલ કેસ નોંધ્યો હતો.

કેસના આધારે ઈડીએ મની લોન્ડરિંગનો કેસ નોંધીને તેની તપાસ શરૂ કરી હતી.

આરોપ છે કે ચીની કંપનીઓ ઓનલાઈન ગેમ્સ અને ડેટિંગ એપ્લિકેશન દ્વારા લોકોને છેતરતી હતી. પછી, તે પૈસા ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા હતા. ત્યારબાદ નકલી એરવે બિલ બનાવીને તે પૈસા અન્ય દેશોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. કામમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રવિ કુમારે પણ રૂ. 1100 કરોડના નકલી એર વે બિલ અને ક્લાઉડ સીસીટીવી સ્ટોરેજ રેન્ટલ ચાર્જિસના નામ પર ચીન અને હોંગકોંગમાં મોકલવામાં મદદ કરી હતી.

માટે આરોપીએ ફોર્મ 15CBના 621 નકલી પ્રમાણપત્રો પર સહી કરવા માટે કાગળ દીઠ 1500 રૂપિયા લીધા હતા. એટલે કે માત્ર 9,31,500 રૂપિયામાં 1100 કરોડ રૂપિયા વિદેશ મોકલવામાં આવ્યા. રવિ કુમારની 27 નવેમ્બરના રોજ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પછી, 3 ડિસેમ્બરે, તેને હૈદરાબાદની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને 9 ડિસેમ્બર સુધી પૂછપરછ માટે તેની કસ્ટડીમાં લેવામાં આવ્યો.

(2:35 pm IST)