Gujarati News

Gujarati News

News of Sunday, 5th December 2021

મુંબઇના ખંડણી કેસમાં મુંબઈના ભુતપૂર્વ પોલીસ કમિશનર સહિત અન્‍ય ત્રણ સામે ચાર્જશીટ દાખલ કરાયું

ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસબી ભાજીપાલે સમક્ષ 400 થી વધુ પેજની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે :વરિષ્ઠ IPS અધિકારી સામે આ પ્રથમ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

 

મુંબઇ : ખંડણી કેસની ચાર્જશીટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સેક્રેટરી વાઝેએ મુંબઈ પોલીસના ભૂતપૂર્વ કમિશનર પરમબીર સિંહ માટે પૈસા ભેગા કર્યા હતા. સાથે મુંબઈ પોલીસના દાવા અનુસાર, સસ્પેન્ડેડ પોલીસ ઓફિસર સચિન વાઝેએ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વતી પૈસા પડાવ્યા છે.

એવો આરોપ છે કે સચિન વાઝેએ વસૂલાતના 75 ટકા પૈસા પરમબીર સિંહને આપ્યા હતા.

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે શનિવારે પૂર્વ શહેર પોલીસ કમિશનર પરમબીર સિંહ અને અન્ય ત્રણ વિરુદ્ધ ઉપનગરીય ગોરેગાંવમાં નોંધાયેલા ખંડણીના કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. મળતી માહિતી મુજબ, ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસબી ભાજીપાલે સમક્ષ 400 થી વધુ પેજની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, વરિષ્ઠ IPS અધિકારી સામે પ્રથમ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં છેડતીના ઓછામાં ઓછા પાંચ કેસમાં પણ પરમબીરનુ નામ સામેલ છે. અઠવાડિયાની શરૂઆતમાં તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આરોપીઓમાં સુમિત સિંહ અને અલ્પેશ પટેલ જામીન પર બહાર છે, જ્યારે વિનાયક સિંહ અને રિયાઝ ભાટી હજુ ફરાર છે.

ચાર્જશીટ મુજબ, ત્રણથી ચાર સાક્ષીઓએ પુષ્ટિ કરી છે કે, વાઝે પરમબીર સિંહને નંબર વન તરીકે બોલાવતો હતો અને કોડનેમના (Code Name) આધારે તે પૈસા માંગતો હતો. ચાર્જશીટ અનુસાર, વાઝેને (Sachin Vaze) અનેક હાઈપ્રોફાઈલ કેસોની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું. તે શહેરના પોલીસ વડા સાથે સીધો મળતો હતો. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે, પરમબીર સિંહ, અને અન્ય આરોપીઓ દ્વારા હોટલ અને બારના માલિકો પાસેથી પૈસા પડાવતા હતા અને જો તેઓ પૈસા આપે તો તેમની ધરપકડ કરવાની ધમકી આપવામાં આવી હતી.

(2:33 pm IST)