Gujarati News

Gujarati News

News of Sunday, 5th December 2021

ભારતમાં જાન્યુઆરીમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, ફેબ્રુઆરીમાં એક દિવસમાં આવશે અધધધ 1.5 લાખ કેસ !

IIT કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે દાવો કર્યો છે કે, દેશમાં કોવિડ-19ની ત્રીજી લહેર જાન્યુઆરી 2022માં શરૂ થઈ શકે છે

 

નવી દિલ્‍હી : દેશમાં કોરોના વાયરસના ઓમિક્રોનવેરિઅન્ટના કેસમાં વધારો થયા બાદ હવે ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. IIT કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે દાવો કર્યો છે કે, દેશમાં કોવિડ-19ની ત્રીજી લહેર જાન્યુઆરી 2022માં શરૂ થઈ શકે છે. દક્ષિણ આફ્રિકા અને અન્ય દેશોના ડેટાનો અભ્યાસ કર્યા પછી, તેમણે કહ્યું કે ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટ કરતા બમણી ઝડપથી ફેલાય છે, તેથી નિયંત્રણો લાદીને કેસની સંખ્યા ઘટાડી શકાય છે.

પ્રોફેસર અગ્રવાલે એમ પણ કહ્યું કે, ફેબ્રુઆરી સુધીમાં તે તેની ટોચે પહોંચે તેવી શક્યતા છે અને સમય દરમિયાન દૈનિક કેસ 1.5 લાખ સુધી જઈ શકે છે. તેણે દાવો કર્યો હતો કે, ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant) થોડા મહિના પહેલા દક્ષિણ આફ્રિકામાં આવ્યું હતું, પરંતુ તે ધીમે ધીમે ફેલાઈ રહ્યું હતું. તેમણે કહ્યું, તેની પાછળનું કારણ હતું કે ત્યાંના 80 ટકાથી વધુ લોકોએ કોવિડ સામે કુદરતી રોગપ્રતિકારક શક્તિ વિકસાવી છે. એટલે કે લોકો કોવિડ-19થી સંક્રમિત થવાથી સાજા થઈ ગયા છે.

કોવિડની બીજી લહેર દરમિયાન, ભારતમાં ઘણા કેસ (Corona Cases) એવા પણ આવ્યા હતા કે લોકો ફરીથી સંક્રમિત થયા છે. ઓમિક્રોન વેરિઅન્ટ્સથી ફરીથી ચેપ લાગવાના જોખમો વિશે, તેમણે કહ્યું, અત્યાર સુધી માત્ર એક અભ્યાસ આવ્યો છે, જે મુજબ છેલ્લા ત્રણ મહિનામાં ફરીથી ચેપનો દર 3 ગણો વધી ગયો છે. જોકે તેના આંકડા પણ ઘણા ઓછા છે. દક્ષિણ આફ્રિકામાં, ચેપગ્રસ્ત લોકોમાંથી માત્ર 1 ટકા લોકોને ફરીથી ચેપ લાગ્યો હતો.

ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટના ફેલાવાને રોકવા માટે શું પગલાં લઈ શકાય તે અંગે પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે કડક લોકડાઉનને (Lockdown) બદલે સાવચેતી વધારવાની જરૂર છે. તેમણે કહ્યું, વધુ ભીડવાળા વિસ્તારોમાં લોકડાઉન કરો. સરકારે નિયંત્રણો લાદવા જોઈએ અને કડક લોકડાઉન ટાળવું જોઈએ.

(2:33 pm IST)