Gujarati News

Gujarati News

News of Sunday, 5th December 2021

નિર્ભીક પત્રકાર વિનોદ દુઆનું દુઃખદ અવસાન

મુંબઈ: કોમેડિયન મલ્લિકા દુઆના પિતા અને પ્રખ્યાત પત્રકાર વિનોદ દુઆનું શનિવારે એટલે કે આજે ૪ ડિસેમ્બરે અવસાન થયું. તેઓ ૬૭ વર્ષના હતા. મલ્લિકાએ સોશિયલ મીડિયા પર જઈને સમાચારની પુષ્ટિ કરી.  તેણીએ તેના પિતાની એક તસવીર શેર કરી અને લખ્યું, "અમારા નિર્ભય અને અસાધારણ પિતા, વિનોદ દુઆનું નિધન થઈ ગયું છે. દિલ્હીની શરણાર્થી વસાહતોમાંથી ૪૨ વર્ષથી વધુ સમય સુધી પત્રકારત્વની શ્રેષ્ઠતાના શિખર સુધી પહોંચી તેઓ અભૂતપૂર્વ નિર્ભિક જીવન જીવ્યા.કાલે ૧૨ વાગ્યે અંતિમક્રિયા"

(12:00 am IST)