Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

MSP ચાલુ રહેશે :કોઈપણ પ્રકારની શંકા પાયા વિહોણી : કોઈને શંકા હોય તો સરકાર તેનું સમાધાન કરવા માટે તૈયાર : કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર

મોદી સરકાર ખેડૂતોના હિત માટે પુરી રીતે પ્રતિબદ્ધ છે અને આવનારા દિવસોમાં પણ રહેશે

નવી દિલ્હી : કૃષિ બિલને લઇને ચાલતા ખેડૂતોના વિરોધ પ્રદર્શન વચ્ચે  ખેડૂત સંગઠન અને કેન્દ્ર સરકાર વચ્ચે પાંચમા તબક્કાની વાતચીત થઇ હતી. જોકે,  બેઠકમાં પણ કોઇ નિર્ણય લેવામાં આવ્યો નહતો અને આગામી બેઠકની તારીખ સાથે આ મીટિંગ પૂર્ણ થઇ હતી. હવે ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે 9 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે ફરી બેઠક મળશે. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે મીડિયાને જણાવ્યુ કે આજે થયેલી ચર્ચા ઘણા સારા માહોલમાં થઇ છે.

કૃષિ મંત્રીએ જણાવ્યુ, “ખેડૂતો સાથે ચર્ચાનો પાંચમો તબક્કો પૂર્ણ થયો. ચર્ચા ઘણા સારા માહોલમાં થઇ છે. અમે કહ્યુ છે કે MSP ચાલુ રહેશે, જેની પર કોઇ પણ પ્રકારની શંકા કરવી પાયા વિહોણી છે પરંતુ છતા પણ કોઇના મનમાં શંકા છે તો સરકાર તેનું સમાધાન કરવા માટે તૈયાર છે.”

APMCને લઇને ખેડૂતોની શંકા પર નરેન્દ્ર તોમરે કહ્યુ, “APMC એક્ટ રાજ્યનો છે અને રાજ્યની મંડીને કોઇ પણ પ્રકારથી પ્રભાવિત કરવાનો ઇરાદો ના તો અમારો છે અને ના તો તે પ્રભાવિત થાય છે. APMC મજબૂત થાય તેની માટે સરકાર જે કરી શકે છે તેની માટે સરકાર તૈયાર છે, તેને લઇને કોઇ પણ ફરિયાદ અથવા શંકા હોય તો તેનું સમાધાન કરવા માટે પણ સરકાર તૈયાર છે.”

કૃષિ મંત્રીએ જણાવ્યુ, “આજની બેઠકમાં તમામ વિષયો પર ચર્ચા થઇ. અમે લોકો ઇચ્છતા હતા કે અમને કેટલાક સૂચન મળ્યા પરંતુ વાતચીતના સમયમાં આ સંભવ થઇ શક્યુ નથી. હવે 9 તારીખે ફરી વાતચીત થશે. અમે ખેડૂતોને કહ્યુ કે સરકાર તમારી સમસ્યાના સમાધાન માટે તૈયાર છે, અમને જો કેટલાક સૂચન મળે છે તો સારૂ હશે પરંતુ અમે તેમના સૂચનની રાહ જોઇ રહ્યા છીએ. હવે 9 તારીખે ફરી વાતચીત થશે.”

 

નરેન્દ્ર તોમરે ખેડૂતોને અપીલ કરતા કહ્યુ, “હું ખેડૂત યૂનિયનને આગ્રહ કરૂ છું કે ઠંડીનો સમય છે અને કોવિડ કાળમાં ખેડૂત વૃદ્ધ અને બાળકોને કહે કે તે ઘરે જતા રહે, મોદીજીના કાર્યકાળમાં ખેડૂતની આવકમાં વધારો થયો છે. સરકારી ખરીદી વધી છે. ખેડૂત સમૃદ્ધિ તરફ વધી શકે તેની માટે મોદી સરકારે કામ કર્યુ છે. કિસાન સમ્માન નિધિ દ્વારા એક વર્ષમાં સરકાર તરફથી 75 

કૃષિ મંત્રીએ આગળ કહ્યુ, “… ઇન્ફ્રા ફંડ પણ મોદીએ જ પ્રાયોજિત કર્યુ છે. પીએમ મોદીનો પ્રયાસ છે કે, અમારા ખેડૂત પ્રોસેસિંગ સાથે જોડાય. મોદીજીનો પ્રયાસ છે કે જો ગ્રામીણ ભારત મજબૂત થશે તો આવનારૂ કાળ આત્મનિર્ભર ભારત મૂળ રૂપ લઇ શકશે. હું ખેડૂતોને જણાવવા માંગુ છું કે મોદી સરકાર ખેડૂતોના હિત માટે પુરી રીતે પ્રતિબદ્ધ છે અને આવનારા દિવસોમાં પણ રહેશે.”

ખેડૂતોના તૈયાર ના થવા પર કૃષિ મંત્રીએ કહ્યુ, “જે કઇ થશે અથવા કઇક કરવામાં આવશે તે માત્ર ખેડૂતોના હિતમાં જ હશે, તેનો વિશ્વાસ દેશના ખેડૂતોએ રાખવો જોઇએ. હું ખેડૂત યૂનિયન અને આંદોલન કરનારા ખેડૂતોનો આભાર માનવા માંગુ છું કે તેમણે અનુશાસનને બનાવી રાખ્યુ, તમામનો આભાર. હું ફરી આગ્રહ કરૂ છું કે સ્પષ્ટતાથી કેટલાક મુદ્દા આવી જશે તો સમાધાન આસાન રહેશે.”

(10:03 pm IST)