Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

પંજાબના શિક્ષણમંત્રીએ વિરોધ પ્રદર્શન કરતા ખેડૂતોને સહાનુભૂતિ દાખવી :એક મહિનાનો પગાર આપ્યો દાનમાં

ખેડૂતોને સશક્ત બનાવવા માટે જે પણ કરી શકતા હોય તે કરવા આપીલ કરી

નવી દિલ્હી : પંજાબના શિક્ષણ મંત્રી વિજય ઈંદ્ર સિંગલાએ શનિવારના રોજ કેન્દ્રીય કૃષિ કાયદાની વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પ્રત્યે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરતા તેમને પોતાનો એક મહિનાનો પગાર દાનમાં આપ્યો છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યુ છે કે, આ કોઈ સામાન્ય સમય નથી અને એટલા માટે અમારા તરફથી ખેડૂતોને મદદ કરવા માટે ભાગમાં આવતી મદદ કરી રહ્યા છીએ. તેમની યોગ્ય માગ સાથે અમે એકજૂટતા સાથે ઉભા છીએ. મેં તેમના માટે મારો એક મહિનાનો પગારની સહાય કરવાનો નિર્ણય કર્યો છે.

શિક્ષણ મંત્રીએ કહ્યુ હતું કે, હું તમામને અનુરોધ કરુ છુ કે, તેઓ આપણા ખેડૂતોને સશક્ત બનાવવા માટે જે પણ કરી શકતા હોય તે કરે. તેમાં યોગદાન આપે. ભાજપના ચૂંટણી ઢંઢેરાને યાદ કરાવતા તેમણે કહ્યુ હતું કે, ભાજપ ચૂંટણીના સમયે ખેડૂતોની આવક 2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવાનો નિર્ણય લીધો હતો. જે અસંભવ છે.

(9:46 pm IST)