Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

ખેડૂતો કૃષિ કાયદો રદ કરાવવા મક્કમ : પાંચમા તબક્કાની વાતચીતમાં કોઈ સમાધાન નહીં : સરકારે સમય માંગ્યો :હવે 9મીએ ફરીવાર બેઠક

ખેડૂત સંગઠનોએ સરકારને કહ્યુ કે, અમારી પાસે એક વર્ષની સામગ્રી છે. સરકારે નક્કી કરવુ છે કે તે શું ઇચ્છે છે

નવી દિલ્હી: કૃષિ કાયદાને લઇને સરકાર અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ ચાલુ છે. આજે  5માં તબક્કાની વાતચીત દરમિયાન પણ કોઇ સમાધાન નીકળ્યુ નથી. સરકારે ખેડૂતો પાસે વધુ સમય માંગ્યો છે. હવે 9 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે ફરી સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીત થશે.

બેઠક બાદ ખેડૂત નેતાઓએ કહ્યુ કે, કેન્દ્ર સરકારે કહ્યુ છે કે તે અમને 9 ડિસેમ્બરે એક પ્રસ્તાવ મોકલશે. અમે (ખેડૂત) એક બીજા સાથે તેની પર ચર્ચા કરીશું, જે બાદ તે દિવસે તેમની સાથે બેઠક થશે. બીજી તરફ ખેડૂત નેતા બુટા સિંહે કહ્યુ કે, અમે કાયદાને રદ કરાવીને જ રહીશું. તેનાથી ઓછામાં અમે માનવાના નથી.

ખેડૂત સરકાર પાસે હવે હા અથવા નામાં જવાબ માંગી રહ્યા છે. આજે પાંચમા તબક્કાની વાર્તા દરમિયાન ખેડૂત નેતા શાંત બેઠા હતા. મંત્રી એક બીજા સાથે વાત કરવા માટે બહાર જતા રહ્યા હતા. ખેડૂત નેતા એક પાના પર હા અથવા ના એટલે યસ અથવા નો લખીને બેઠા હતા. ખેડૂત સંગઠનના નેતા બેઠકમાં મંત્રીઓ સામે યસ અથવા નો પ્લે કાર્ડ લઇને બેઠા હતા. ખેડૂત સંગઠનોએ સરકારને કહ્યુ કે, અમારી પાસે એક વર્ષની સામગ્રી છે. સરકારે આ નક્કી કરવુ છે કે તે શું ઇચ્છે છે. ખેડૂત નેતાઓએ સરકારને કહ્યુ કે તમે જણાવી દો કે તમે અમારી માંગ પુરી કરશો કો નહી કરો

વાતચીત દરમિયાન ખેડૂત નેતા સરકારથી ઘણા નારાજ જોવા મળ્યા હતા. ખેડૂત નેતાઓએ કહ્યુ કે સરકાર અમારી માંગો પર નિર્ણય લે, નહી તો અમે બેઠકમાંથી જઇ રહ્યા છીએ. ખેડૂત સંગઠનોના નેતાઓએ બેઠકમાં કેનેડાના વડાપ્રધાનના નિવેદનનો હવાલો આપ્યો હતો. ખેડૂત નેતાઓએ કહ્યુ કે નવા કૃષિ કાયદા પર કેનેડાના વડાપ્રધાન અને ત્યાની સંસદ ચર્ચા કરી રહી છે પરંતુ અમારી સરકાર અમારી વાત નથી સાંભળતી.

(8:37 pm IST)