Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

રિપબ્લિક ચીફ અર્ણબ ગોસ્વામી વિરુદ્ધ રાજગડ પોલીસે 1916 પેજનું ચાર્જશીટ દાખલ કર્યું : અન્વય નાયક આત્મહત્યા કેસમાં ડાઈંગ ડેક્લેરેશન તરીકે આપેલી સ્યુસાઇડ નોટ ઉપરાંત 65 સાક્ષીઓના નિવેદનો રજૂ કર્યા : ટીઆરપી સ્કેમ મામલે મુંબઈ હાઇકોર્ટે રિપબ્લિક ટી.વી.ના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડન્ટ ઘનશ્યામ સિંહના જામીન મંજુર કર્યા

મુંબઈ : રિપબ્લિક ચીફ અર્ણબ ગોસ્વામી વિરુદ્ધ રાજગડ પોલીસે 1916 પેજનું ચાર્જશીટ દાખલ કર્યું છે.જેમાં ઈન્ટીરીઅર ડિઝાઈનર  અન્વય નાયક તથા તેની માતા કુમુદ નાયક  આત્મહત્યા કેસ અંતર્ગત તેણે આત્મહત્યા કરતા પહેલા લખેલી સ્યુસાઇડ નોટ ટાંકી છે.જે ડાઇંગ ડીક્લેરેશન સમાન ગણાવાઈ છે.

ચાર્જશીટમાં જણાવાયા મુજબ આ સ્યુસાઇડ નોટ કોઈપણ જાતના દબાણ વિના લખેલી છે.જેના અક્ષર અન્વય નાયકના જ છે તે બાબત ફોરેન્સિક રિપોર્ટમાં પણ પુરવાર થઇ ચુકી છે.

આ ચાર્જશીટમાં 65 સાક્ષીઓના નિવેદનો પણ જોડવામાં આવ્યા છે.
આ ચાર્જશીટ અર્ણબ ગોસ્વામીએ હાઇકોર્ટમાં તેના વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ રદ કરવા માટે કરેલી વચગાળાની પિટિશન દાખલ કર્યાના બીજા દિવસે દાખલ કરવામાં આવી છે.જેની સુનાવણી 10 ડિસેમ્બરના રોજ છે.

આ દરમિયાન જાણવા મળ્યા મુજબ ટીઆરપી સ્કેમ મામલે ધરપકડ કરાયેલા  રિપબ્લિક ટી.વી.ના આસિસ્ટન્ટ  વાઇસ પ્રેસિડન્ટ ઘનશ્યામ સિંહના જામીન મુંબઈ  હાઇકોર્ટે મંજુર કર્યા છે.જે 50 હજાર રૂપિયાની જામીનગીરી તથા એક કે બે જામીનની સહી સાથે મંજુર કરાયા છે. જે અંતર્ગત તેણે દર સોમવાર અને શુક્રવારે  કાંદિવલી ક્રાઇમ બ્રાન્ચ ઓફિસમાં  સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા દરમિયાન  હાજરી પૂરાવવાની રહેશે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:16 pm IST)