Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

યુપીના ખેતમજૂર યુવકે જાણીતા ગેમ શોમાં ૫૦ લાખ જીત્યા

નાનકડા ગામના યુવાનની ઊંચી ઊડાન : નાના ગામમાં રહેતા તેજ બહાદૂરના ઘરમાં લાઈટ જ નથી, એન્જિ.નું ભણવા માતાના ઘરેણાં ગીરવે મૂકવા પડ્યા હતા

બરેલી, તા. : સંસ્કૃત ભણાવતા શિક્ષકનો ૨૦ વર્ષનો છોકરો તેજ બહાદુર સિંહ રાતો રાત લાખોપતિ બની ગયો. તેના ઉત્તર પ્રદેશના દેઓરાનિયામાં રહેતા તેજ બહાદુરના ઘરમાં લાઈટ પણ નથી, પરંતુ તેજ બહાદુરે લોકપ્રિય ગેમ શોમાં રૂ. ૫૦ લાખની મોટી રકમ જીતી.

એક દિવસે આઈએએસ અધિકારી બનવાનું સપનું જોતો તેજ બહાદુર બરેલી જિલ્લામાં ખેતમજૂર તરીકે પાર્ટ ટાઈમ કામ કરે છે. લોકડાઉન દરમિયાન તેણે અભ્યાસ ચાલુ રાખ્યો અને ટ્યુશન પણ લીધા હતા. તેના માતા રાજકુમારીએ દીકરાનો ડિપ્લોમા કોર્સમાં અભ્યાસ માટે દાગીના પણ ગીરવે મૂકવા પડ્યા હતા.

હવે તેજ પોતાની જીતના પૈસાથી સૌથી પહેલા માતાના ગીરવે મૂકેલા દાગીના પાછા લાવશે અને પોતાનો તથા નાના ભાઈઓનો અભ્યાસ પૂરો કરશે. ઉપરાંત તે પોતાના માટે એક ઘર અને સ્કૂલ બનાવવા ઈચ્છે છે, જેમાં પાડોશના બાળકો આવી શકે.

તેજ જણાવે છે, લોકડાઉન દરમિયાન મારા પિતાએ નોકરી ગુમાવી દીધી. તેઓ બીમાર હતા અને પરિવારની જવાબદારી મારા પર આવી ગઈ. મારે ખેત મજૂર તરીકે કામ શરૂ કરવું પડ્યું. મને કામની આદત નહોતી. તેજ હાલમાં પોલિટેકનિક કોલેજમાંથી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છે.

તેજ હજુ પણ આગળ અભ્યાસ કરવા ઈચ્છે છે, પરંતુ મહિને માત્ર ,૫૦૦ રૂપિયાની આવક ધરાવતા તેના પિતા હરચરણ સિંહ માટે તૈયાર નથી. હરચરણે પોતાના બે દીકરાઓના અભ્યાસ અને ઘરનું ગુજરાન ચલાવવાનું હોય છે. હરચરણ કહે છે, આથી મારી પત્નીએ તેજ માટે પોતાના દાગીના ગીરવે મૂકવા પડ્યા હતા. દીકરાની સફળતા પાછળ તે જવાબદાર છે. પોતાના આઈએએસ બનવાના સપના વિશે તેજ કહે છે, પાછળ બે કારણો છે, પહેલું હું ગ્રામિણ બેકગ્રાઉન્ડથી આવું છે અને હું અન્ય શહેરોના બાળકોને તેમનો ઉચ્ચ અભ્યાસ પૂરો કરવામાં મદદ કરવા ઈચ્છું છું. બીજુ મેં ખેતરમાં કામ કર્યું છે આથી હું ખેડૂતોને પણ થોડી સહાય કરવા ઈચ્છું છું.

(7:35 pm IST)
  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 96 લાખને પાર પહોંચ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 9 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 35,002 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 96,06,810 થઇ :એક્ટીવ કેસ 4,08,122 થયા : વધુ 40,966 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 90, 56,68 રિકવર થયા :વધુ 473 ના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,39,700 થયો access_time 12:02 am IST

  • મુંબઈગરાંઓ માટે 26 ઈલેક્ટ્રિક AC બસોનું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા લોકાર્પણ.: ટાટા મોટર્સ દ્વારા આ ઈલેક્ટ્રિક બસો બનાવવામાં આવી છે. કેન્દ્ર સરકારની નીતિ અનુસાર મુંબઈને આવી કુલ 340 બસ મળવાની છે... access_time 8:35 pm IST

  • શિરોમણિ અકાળી દળના નેતા હરસિમરત કૌર બાદલની તબિયત લથડી :ચંદીગઢની હોસ્પિટલમાં દાખલ કરાયા : શ્વાસ લેવામાં તકલીફ access_time 11:50 pm IST