Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું કેનેડા સમર્થન કરે છે : કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો

કેનેડાના વડાપ્રધાને અગાઉ પણ ટિપ્પણ કરી હતી : ભારતમાં ખેડૂતોના આંદોલનને સમર્થન આપતા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોના નિવેદન ઉપર ભારતે વિરોધ નોંધાવ્યો હતો

નવી દિલ્હી, તા. : ખેડૂત આંદોલનને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ કરેલી ટિપ્પણીને ભારતે કડક શબ્દોમાં વખોડી કાઢી હતી. વિદેશ મંત્રાલયે ટ્રૂડોની ટિપ્પણીને દેશના આંતરિક મામલાઓમાં દખલગીરી ગણાવી હતી. સાથે કહ્યું હતું કે, જો તેઓ પ્રકારે હસ્તક્ષેપ કરતા રહેશે તો બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને ગંભીર નુકસાન નુકસાન થશે. ભારતે નારાજગી વ્યક્ત કરી હોવા છતાં કેનેડાના પીએમ ટ્રૂડોએ ફરી એકવાર પોતાની જૂની વાતનું રટણ કર્યું છે.

ભારતમાં કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના આંદોલન મામલે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ શુક્રવારે ફરીથી ટિપ્પણી કરી છે. એક પ્રશ્નનો જવાબ આપતાં જસ્ટિન ટ્રૂડોએ કહ્યું, કેનેડા હંમેશા દુનિયાભરમાં શાંતિપૂર્ણ રીતે થતાં વિરોધ પ્રદર્શનના અધિકારના સમર્થનમાં ઊભું રહેશે. અમે તણાવ ઘટાડવા અને સંવાદ માટે ભરવામાં આવેલા પગલાથી અત્યંત ખુશ છીએ.

અગાઉ જસ્ટિન ટ્રૂડો અને કેનેડાના બીજા નેતાઓએ ખેડૂત આંદોલન પર કરેલી ટિપ્પણી પર ભારતે નારાજગી વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, તેમણે કેનેડાના હાઈકમિશનરને સૂચના આપી છે કે, ભારતીય ખેડૂતો સંબંધિત મામલે કેનેડાના પીએમ અને કેટલાક કેબિનેટ મંત્રીઓ તેમજ સાસંદોની ટિપ્પણી અમારા આંતરિક મામલે હસ્તક્ષેપ સમાન છે. ઉલ્લેખનીય છે કે, જસ્ટિન ટ્રૂડોએ વિરોધ કરી રહેલા ખેડૂતોનું સમર્થન કરતાં કહ્યું હતું કે, શાંતિપૂર્ણ વિરોધના અધિકારોની રક્ષા માટે કેનેડા હંમેશા સાથે ઊભું રહેશે. સાથે તેમણે સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી.

ટ્રૂડોના નિવેદન બાદ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું,'અમે ભારતીય ખેડૂતો સંબંધિત કેનાડાના નેતાઓની ટિપ્પણીઓ જોઈ છે જે ખોટી સૂચના પર આધારિત છે. રીતની ટીપ્પણીઓ કારણ વગરની અને બેકાર છે. ખાસ તો જ્યારે એક લોકતાંત્રિક દેશની આંતરિક બાબતોની વાત હોય. સારુ રહેશે કે કૂટનૈતિક સ્તરની વાતચીતને રાજનૈતિક હેતુથી ખોટી રીતે રજૂ કરી શકાય.' ત્યારે હવે ટ્રૂડોનું તાજું નિવેદન બંને દેશોના સંબંધોને પ્રભાવિત કરી શકે છે.

(7:32 pm IST)