Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

દેવાના બોજ હેઠળ દબાયેલ અનિલ અંબાણીની કંપની રિલાયન્‍સ ઇન્‍ફ્રાટેલને મુકેશ અંબાણી ખરીદી લેશે

નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દેવામાં ડૂબેલા નાના ભાઇ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાટેલને ખરીદી લેવાના છે. તેમની આ કંપની પર નજર હતી, હવે ખરીદીના પ્લાનને મંજૂરી મળી ગઇ છે. અનિલ અંબાણીની રિલાયન્સ જૂથની વિવિધ કંપનીઓ દેવાના બોજ હેઠળ દબાયેલી છે. આ વર્ષે જ અનિલ અંબાણીએ લંડનની એક કોર્ટમાં પોતાની નેટવર્થ ઝીરો હોવાનું જણાવ્યું હતું.

હવે મુકેશ અંબાણીની જિયો અનિલ અંબાણીની ઇન્ફ્રાટેલનું અધિકરણ કરવા જઇ રહી છે. તેને રાષ્ટ્રીય કંપની કાયદા ટ્રિબ્ઉનલ (એનસીએલટી)ની મંજૂરી મળી ગઇ છે. અનિલ અંબાણીની મોટા ભાગની કંપનીઓ વેચાણની પ્રક્રિયામાંથી પસાર થઇ રહી છે. તેવા સમયે આ મંજૂરી મળી છે. જ્યારે મોટાભાઇ મુકેશ અંબાણીની કંપનીઓનો વિસ્તાર થઇ રહ્યો છે. તેમની સંપત્તિ 75 બિલિયન ડોલરથી વધુ છે. તાજેતરમાં જ રિલાયન્સ જિયોને વિશ્વભારના વિવિધ દેશોમાંથી રોકાણ મળતા તેની સ્થિતિ વધુ મજબૂત થઇ છે.

  • ઇન્ફ્રાટેલ ખરીદીથી જિયોને શું મળશે

રિલાયન્સ ઇન્ફ્રાટેલના દેશભરમાં 43000 ટાવર અને 1,72,000 કિલોમીટરની ફાઇબર લાઇન છે. મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો આ કંપની ખરીદતા લેણદારોને આશરે 4000 કરોડ રુપિયાની રિકવરી થશે. લેણદારોની સમિતિએ રિલાયન્સ ઇન્ફ્રાટેલ(આરઆઇટીએલ)ના રિઝોલ્યુશન પ્લાનને 100 ટકા મત આપ્યા છે.

  • અનિલની રિલાયન્સ કેપિટલ પર પણ આર્થિક સંકટ

નોંધનીય છે કે અનિલ અંબાણી જૂથની વધુ એક કંપની રિલાયન્સ કેપિટલ પણ આર્થિક સંકટમાં છે. તેના વેચાણની પ્રક્રિયા પણ ચાવી રહી છે. 31 ઓક્ટોબર 2020 સુધી રિલાયન્સ કેપિટલ પર આશરે 20000 કરોડ રુપિયાનું દેવું ચઢી ગયું હતું.

  • 4 વર્ષમાં પહેલી વખત એરટેલે જિયોને ટક્કર આપી

રિલાયન્સ જિયોએ 2016માં ટેલિકોમ ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. ત્યારથી આ 4 વર્ષોમાં પહેલી વખત એરટેલે જિયોને પડકાર આપ્યો છે. મહિનાના આધારે ગ્રાહકો જોડવાના મામલે એરટેલ જિયો કરતા આગળ નીકળી ગઇ છે.

આમ તો જિયોના આગમન બાદ ઘણી ટેલિકોમ કંપનીઓએ તેમનો બિઝનેસ આટોપી લીધો. જ્યારે કેટલી કંપનીઓએ એક બાજી સાથે મર્જર કરી લીધું. હવે મુખ્યત્વે જિયો, એરટેલ ઉપરાંત વોડા-આઇડિયા છે. જેમાં ગ્રાહકોના મામલે રિલાન્સ જિયો 40.41 કરોડ ગ્રાહકો સાથે પ્રથમ સ્થાને છે.

(4:52 pm IST)