Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

વિશ્વ ચૂકવશે વેકસીનની આટલી કિંમત રૂ. ૮૨,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦

દુનિયામાં વેકસીનનું બજાર ૯૩ અબજ ડોલરથી વધીને ૧૦૪ અબજ અમેરીકી ડોલર થશે

નવી દિલ્હી, તા. ૫ :. વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે દેશના આવતા કેટલાક સપ્તાહોમાં વેકસીન મળી જશે. હાલ તેની કિંમત નક્કી થઈ નથી. દેશ ભલે વેકસીનના ભાવ નક્કી કરી શકયો ન હોય પરંતુ કંપનીઓએ કિંમત લગભગ નક્ક કરી લીધી છે. મોર્ડનાની વિશ્વની સૌથી મોંઘી વેકસીન હશે. જ્યારે સૌથી સસ્તી વેકસીન ભારત બાયોટેકની વેકસીન હશે.

અત્યાર સુધીમાં દુનિયાભરમાં લગભગ ૬.૪ અબજ ડોઝ બુક કરવામાં આવ્યા છે. એક વિશ્લેષણ કરીએ તો તેની સરેરાશ કિંમત ૮૨૭૧ અબજ રૂપિયા હશે. જ્યારે દુનિયાની વસ્તી ૭.૪ અબજ છે. જો બધાને બે ડોઝ આપવામાં આવે તો આ રકમ ઘણી વધશે તો ફોર્ચ્યુન બીઝનેશે દાવો કર્યો છે કે કોવિડને કારણે વેકસીન બજાર ૯૩ અબજ ડોલરથી વધીને ૧૦૪ અબજ અમેરિકી ડોલર થવા જઈ રહ્યુ છે.અત્યાર સુધીમાં ૫ ટોચની વેકસીન ફાયઝર, મોર્ડના, સ્પુટનીક-વી, કોવિશિલ્ડ અને કોવેકસીનના ૬.૪ અબજ ડોઝ બુક થયા છે. આ પાંચેય કંપનીઓની વેકસીનની સરેરાશ કિંમત જે ૧૨૯૨.૪૦ રૂપિયા આવી છે. જો આ ડોઝ માટે આ સરેરાશ દર પર ચૂકવણુ કરવામા આવે તો કોવિડ વેકસીનની ખરીદી પર ૮૨૭૧ અબજ રૂ. ખર્ચ થશે. ફાયઝરની રૂ. ૧૪૦૦, મોર્ડના રૂ. ૪૦૦૦, સ્પુટનીક-વી ૭૪૦, કોવીશિલ્ડ ૨૨૨, કોવેકસીન રૂ. ૧૦૦ ભાવ રહેશે.

(3:20 pm IST)