Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

ટ્રમ્પની હાજરીથી શાંતિપૂર્ણ સત્તા હસ્તાંતરણ થશે : જો બીડન

વોશીંગ્ટન : અમેરિકાના નિર્વાચિત રાષ્ટ્રપતિ જો બીડને જણાવેલ કે તેમના શપથ ગ્રહણમાં ટ્રમ્પની સંભવિત હાજરીથી ન ફકત ચૂંટણી પછીથી ચાલી આવતી ખેંચતાણનો અંત પણ આવશે ઉપરાંત સત્તાના શાંતિપૂર્ણ હસ્તાંતરણનું પ્રદર્શન પણ થશે.

તેમણે વધુમાં જણાવેલકે ટ્રમ્પની સંભવિત ઉપસ્થિતમાં અમે એ જણાવવા સક્ષમ થઇ શકીશું કે ચૂંટણી બાદ જે અવ્યવસ્થા તેમણે ફેલાવી છે, તેના ઉપર વિરામ લાગી ગયુ છે. બધા એક-બીજા સાથે હાથ મિલાવતા ભવિષ્ય તરફ અગ્રેસર છે. સ્થાનીક રાજનિતીથી વધુ  વૈશ્વીક સ્તશ ઉપર બની રહેલ અમેરિકાની છબીને લઇને ચિંતિત છું

દરમિયાન વ્હાઇટ હાઉસના સંચાર નિર્દેશક એલીસા ફરાહે રાજીનામું આપી દીધુ છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ ફરાહે ગુરૂવારે ટ્રમ્પ પ્રશાસન સાથે સાડા ત્રણ વર્ષ કામ કાર્યા બાદ રાજીનામું આપ્યું છે. સાથો-સાથ વિસ્કોન્સિન સુપ્રીમ કોર્ટે પ્રાંતમાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ૨ લાખથી વધુ મતોને અમાન્ય કરવાની ટ્રમ્પ અભિયાનના કેસ ઉપર સુનવણી  ન કરવાનો આદેશ આપ્યો છે. હવે ટ્રમ્પ કેમ્પેને આ કેસ નિચેની કોર્ટમાં લઇ જવો પડશે.

(2:37 pm IST)