Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

સોમવારના "ભારત બંધ"ના એલાનને કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ સમર્થન જાહેર કર્યું

૮ ડિસેમ્બર સોમવારે  ભારત બંધના અપાયેલા એલાનને કોંગ્રેસ પાર્ટી અને ડાબેરી સામ્યવાદી પાર્ટીઓએ સમર્થન જાહેર કરેલ છે. કેન્દ્ર સરકારના ખેડૂત વિરોધી કહેવાતા 3 નવા કૃષિ ખરડાઓના વિરોધમાં ૩૧થી વધુ ખેડૂત સંગઠનોએ સોમવારે દેશવ્યાપી બંધનું એલાન આપ્યું છે.

(1:53 pm IST)
  • માળીયા ચોકડી પાસે જૈન સાધ્વીજીને ગંભીર અકસ્માત નડ્યો : અજાણ્યા વાહને હડફેટે લેતા ગંભીર સ્થિતિ : તેમની સાથે વિહાર કરી રહેલ એક સેવિકાનું ઘટનાસ્થળે મૃત્યુ થયાનું જાણવા મળે છે access_time 1:12 pm IST

  • દેશભરમાં આરટી-પીસીઆર ટેસ્ટનો સમાન દર રાખવા સુપ્રીમ કોર્ટમાં માગણી: બેફામ લેવાયેલ રકમો પરત અપાવવા રીટ પીટીશન : દેશભરમાં ખાનગી લેબોરેટરીઓ અને હોસ્પિટલો દ્વારા કોરોના અંગેના "આરટી-પીસીઆર" ટેસ્ટના બેફામ ભાવો કટકતાવવામાં આવ્યા છે તે પરત અપાવવા અને દેશભરમાં કોરોના ટેસ્ટ માટે ૪૦૦ રૂપિયાનો સમાન દર રાખવા માટેના હુકમ ફરમાવવા માગણી કરતી એક રિટ પિટિશન સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. access_time 2:37 pm IST

  • દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 1.40 લાખને પાર પહોંચ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 10 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 28,222 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 96,36,741 થઇ : એક્ટીવ કેસ 4,03,015 થયા : વધુ 33,273 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 90, 91,334 રિકવર થયા : વધુ 335 ના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,40,072 થયો access_time 12:04 am IST