Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

આસામમાં સવારે ભૂકંપના આંચકા : તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૪ નોંધાઇ

ભૂકંપનું કેન્દ્રબિન્દુ તેજપુર નોંધાયું :ધ્રુજારીથી કોઈ નુકસાન થયાના સમાચાર નથી.

આસામમાં આજે સવારે ૧૦:૪૬ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર તેજપુર નોંધાયું હતું. રાજ્યમાં હળવા ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૪ નોંધાઇ છે. હાલ આ ધ્રુજારીથી કોઈ નુકસાન થયાના સમાચાર નથી.

 એવું કહેવામાં આવે છે કે આસામમાં આ પહેલીવાર ભૂકંપ નથી. આ પહેલા પણ આ ઉત્તર રાજ્યના લોકો ભૂકંપના આંચકા અનુભવી ચૂક્યા છે. કોરોના સમયગાળામાં પણ, ઘણી વખત અહીં હલકી તીવ્રતા સાથે ભૂકંપના આંચકા નોંધાયા છે.
આ પહેલા ૧૩ નવેમ્બરના રોજ આસામના કાર્બી આંગલોંગમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તે સમયે ભૂકંપની તીવ્રતા ૭.૭ મપાણી હતી. ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં પણ આસામમાં આંચકા અનુભવાયા હતા

(12:27 pm IST)