Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

ક્રુર કીંમ જોંગે કોરોના નિયમ તોડનાર આરોપીને ગોળીથી ઉડાવી દીધો

જે વ્યકિતને જાહેરમાં ગોળી મારવામાં આવી તે કોરોનાના જનક ચીનથી તસ્કરીના આરોપમાં ઝડપાયો હતો

પ્યોંગયાંગ, તા.૫: ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનનો ક્રુર ચહેરો એકવાર ફરી સામે આવ્યો છે. આ વખતે કોરોના વાયરસ નિવારણ માટે બનાવવામાં આવેલા નિયમોના ઉલ્લંઘન પર એક વ્યકિતને જાહેરમાં ગોળીથી ઉડાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં લોકોને ડરાવવા માટે ઉત્તર કોરિયાએ ચીનની સરહદ પર એન્ટી એરક્રાફ્ટ ગનોને પણ તૈનાત કરી છે અને નિયમ તોડનારને જોતા જ ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યો છે. તાનાશાહના આ આદેશ બાદ લોકોમાં ભયનો માહોલ છે.

રેડિયો ફ્રી એસિયાના હવાલાથી ડેલી મેલે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે, ૨૮ નવેમ્બરે ઉત્તર કોરિયાની સેનાના તાનાશાહ કિમ જોંગ ઉનના આદેશ પર એક વ્યકિતને જાહેરમાંગોળી મારી દેવામાં આવી. મૃતક કોરોના પ્રતિબંધોને તોડતા ચીનથી સામાનની તસ્કરી કરતા ઝડપાયો હતો. હકીકતમાં કોરોનાના ડરથી કિમે પોતાની સરહદને માર્ચથી જ સત્તાવાર રૂપે બંધ રાખી છે. તેથી ગેરકાયદેસર રૂપથી ત્યાં અવર-જવર કરતા લોકો માટે ડર ઉભો કરવા આ પગલું ભરવામાં આવ્યું છે.

રિપોર્ટ પ્રમાણે ઉત્તર કોરિયા ભલે કોરોનાના મામલાથી ભલે ઇનકાર કરી રહ્યું હોય પરંતુ હકીકતમાં સ્થિતિ સારી નથી. તાનાશાહ કિમ જોંગ કોરોનાના ખતરાથી ડરેલું છે. સરહદ ક્ષેત્રનના નિવાસિયોના ધમકાવવા માટે નિયમ તોડવાના આરોપીને જાહેરમાં ગોળી મારવામાં આવી છે. કિમ જોંગ ઉનને શંકા છે કે ચીનની સરહદ પર બસેલા લોકો બીજીતરફના લોકોના વધુ સંપર્કમાં છે. જયારે કેટલાક લોકો તસ્કરી જેવા કામોમાં પણ સંડોવાયેલા છે, જેનાથી કોરોનાનો પ્રસાર થઈ શકે છે.

મૃતકની ઉંમર ૫૦ વર્ષની આસપાસ ગણાવવામાં આવી છે. તે પોતાના ચીની સાથેની સાથે છેલ્લા દ્યણા મહિનાથી સરહદ પારથી તસ્કરી કરી રહ્યો હતો. મહત્વનું છે કે ચી ઉત્તર કોરિયાનું સૌથી મોટું વ્યાપારિક સહયોગી છે, પરંતુ મહામારીને કારણે બંન્ને વચ્ચે વેપારમાં ૭૫ ટકાનો ઘટાડો આવ્યો છે. ઉત્તર કોરિયાના બોર્ડર ગાર્ડ્સ પર પણ તસ્કરીમાં સામેલ હોવાનો આરોપ લાગ્યો છે, ત્યારબાદ કિમે પોતાની સેનાની વિશેષ ટૂકડીઓને સરહદ પર તૈનાત કરી છે.

ઉત્તર કોરિયાએ સત્તાવાર રીતે દાવો કર્યો કે, તેના દેશમાં આજ સુધી એકપણ કોરોના વાયરસનો મામલો આવ્યો નથી. પરંતુ તે વાત અલગ છે કે તેની તૈયારીઓ અને ડર જોઈને દુનિયાને કિમના દાવા પર વિશ્વાસ આવી રહ્યો નથી. ઉત્તર કોરિયામાં કડક સેન્સરશિપને કારણે સાચી માહિતી બહાર આવવી મુશ્કેલ છે. પરંતુ જે રીતે સમાચાર સામે આવે છે તેના પરથી લાગે છે કે સ્થિતિ સારી નથી.

(11:46 am IST)