Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

સુપ્રીમ કોર્ટમાં થઇ અરજી

શું મુસ્લિમોના એકથી વધુ લગ્ન પર લાગશે અંકુશ, શરીયતના કાયદાને ઠરાવાશે ગેરબંધારણીય?

નવી દિલ્હી,તા.૫ : મુસ્લિમ પુરૂષોને એકથી વધારે લગ્ન કરવાની પરવાનગી આપનાર આઈપીસીની કલમ અને શરીયત કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અરજીકર્તાનું કહેવું છે કે એક સમુદાયને દ્વિવિવાહની પરવાનગી ન આપી શકાય. જયારે અન્ય ધર્મોમાં આ પ્રકારના બહુંલગ્ન પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ સાથે અરજીમાં કહેવામાં આવ્યું છે કે આઈપીસીની કલમ ૪૯૪ અને શરીયત લોની કલમ ૨દ્ગક એ જોગવાઈને ગેરસંવિધાનીક કરાર કરી દેવામાં આવે. જે અંતર્ગત મુસ્લિમ પુરૂષોને એકથી વધારે લગ્ન કરવાની પરવાનગી આપવામાં આવી છે.

 સુપ્રીમ કોર્ટમાં અરજી કર્તા તરફથી વકીલ વિષ્ણુ શંકર જૈને અરજી દાખલ કરતા કહ્યું કે મુસ્લિમ પર્સનલ લો(શરીયત) એપ્લિકેશન એકટ ૧૯૩૭ અને આઈપીસીની કલમ ૪૯૪ મુસ્લિમ પુરૂષોને એકથી વધારે લગ્ન કરવાની પરવાની આપે છે જે ગેર બંધારણીય છે. અરજીકર્તાએ સુપ્રીમ કોર્ટમાં માંગ કરી છે કે આ જોગવાઈઓને સંપૂર્ણ રીતે ગેર બંધારણીય જાહેર કરવામાં આવે.

 અરજીકર્તાઓને સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી છે કે મુસ્લિમ સમુદાયને છોડીને હિંદુ, પારસી અને ક્રિશ્યન પરૂષો જો પત્ની હોવા છતાં બીજા લગ્ન કરે છે  તો તે આઈપીસીની કલમ ૪૯૪ અંતર્ગત ગુનેગાર માનવામાં આવે છે. અરજીમાં કહેવામાં આવ્યુ છે કે આ રીતે જોવામાં આવે તો ધર્મના નામ પર બીજા લગ્ન કરવાની પરવાની આપવી આઈપીસીની જોગવાઈઓમાં ભેદભાવ છે. આ સાથે આ પ્રકારની જોગવાઈ સંવિધાનના અનુચ્છેદ ૧૪ સમાનતાના અધિકાર અને અનુચ્છેદ -૧૫(ધર્મ અને જાતિ વગેરેના આધારે ભેદભાવ નહીં)ની જોગવાઈનું સીધું દેખીતી રીતે ઉલંઘન છે. સુપ્રીમ કોર્ટમાં પોતાની દલીલ કરતા અરજીકર્તાએ વકીલને કહ્યું કે આઈપીસીની ધારા ૪૯૪ અંતર્ગત જોગવાઈ છે. જોગવાઈ છે કે જો કોઈ વ્યકિત એક પત્ની હોયને બીજા લગ્ન કરે છે તો તેને અમાન્ય માનચા એવું કરનાર વ્યકિતને ૭ વર્ષની સજા આપવામા આવી શકે છે.

(11:45 am IST)