Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

સંસદને ઘેરો ઘાલવા ખેડૂતોની ચેતવણી

જો આજની બેઠકનું કોઈ પરિણામ નહિ આવે તો

નવી દિલ્હી, તા. ૫ :. કેન્દ્રના કૃષિ કાનૂન વિરૂદ્ધ ખેડૂતો આજે ૧૦માં દિવસે પણ અડીંગો લગાવીને બેઠા છે. આજે સરકાર અને ખેડૂતો વચ્ચે પાંચમા દોરની વાતચીત શરૂ થઈ છે. આ દરમિયાન ખેડૂત સંગઠનોએ કહ્યુ છે કે આજની બેઠકનું પરિણામ નહિ આવે તો સંસદને ઘેરાવ કરવામાં આવશે. કૃષિ કાનૂન વિરૂદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોએ જાહેરાત કરી છે કે વડાપ્રધાનનું પૂતળુ બાળવામાં આવશે. એટલુ જ નહિ ૮મીએ ભારત બંધનું એલાન આપવામાં આવ્યુ છે.

આજે ખેડૂતોના આંદોલનનો ૧૦મો દિવસ છે. સરકાર સાથે મંત્રણાઓ થઈ છે પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. ખેડૂતો કૃષિ કાનૂન પરત લેવાની માંગણી કરી રહ્યા છે. ન્યુનત્તમ સમર્થન મૂલ્ય ઉપર નક્કર ભરોસો ઈચ્છે છે, તો બીજી તરફ કેન્દ્ર સરકાર કાનૂનોને પરત લેવા માંગતી નથી પરંતુ ખેડૂતોની બીજી માંગો ઉપર પુનઃ વિચાર કરવા સરકાર તૈયાર છે.

(11:44 am IST)
  • દેશભરમાં આરટી-પીસીઆર ટેસ્ટનો સમાન દર રાખવા સુપ્રીમ કોર્ટમાં માગણી: બેફામ લેવાયેલ રકમો પરત અપાવવા રીટ પીટીશન : દેશભરમાં ખાનગી લેબોરેટરીઓ અને હોસ્પિટલો દ્વારા કોરોના અંગેના "આરટી-પીસીઆર" ટેસ્ટના બેફામ ભાવો કટકતાવવામાં આવ્યા છે તે પરત અપાવવા અને દેશભરમાં કોરોના ટેસ્ટ માટે ૪૦૦ રૂપિયાનો સમાન દર રાખવા માટેના હુકમ ફરમાવવા માગણી કરતી એક રિટ પિટિશન સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. access_time 2:37 pm IST

  • દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 1.40 લાખને પાર પહોંચ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 10 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 28,222 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 96,36,741 થઇ : એક્ટીવ કેસ 4,03,015 થયા : વધુ 33,273 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 90, 91,334 રિકવર થયા : વધુ 335 ના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,40,072 થયો access_time 12:04 am IST

  • શિરોમણિ અકાળી દળના નેતા હરસિમરત કૌર બાદલની તબિયત લથડી :ચંદીગઢની હોસ્પિટલમાં દાખલ કરાયા : શ્વાસ લેવામાં તકલીફ access_time 11:50 pm IST