Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

જાહેરાતો ઉપર ૧૦માંથી આઠ વ્યકિતઓ ભરોસો કરે છે

અખબારોમાં આવતી જાહેર ખબર ૮૬ ટકા સાથે સૌથી વિશ્વસનીય હોવાનું જણાયું છે ત્યાર પછી ૮૩ ટકા સાથે ટીવી અને ૮૩ ટકા સાથે રેડિયાનું સ્થાન છે

મુંબઇ,તા. ૫: એડવર્ટાઝિંગ સ્ટાન્ડર્ડસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એએસસીઆઇ)અને ઇન્ડિયન સોસાયટી ઓફ એડવર્ટાઇઝર્સ (આઇએસએ) તથા નિલસન દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાહેરાતો ઉપર ભરપૂર વિશ્વાસ હોવાનું તારણ નીકળ્યું છે. પ્રામાણિકતા અને સત્યતા દ્વારા જાહેરાતમાં વિશ્વાસ વધારવો અને તને જાળવી રાખવો એએસસીઆઇનો મુળ હેતુ છે જે આઇએસએના ટેકા દ્વારા મેળવાયો છે.

મેટ્રો, નાના નગરો અને ગ્રામીણ વિસ્તાર સહિતના દેશના ૨૦ કેન્દ્રના તમામ વય જૂથના લોકોમાં 'ટ્રસ્ટ ઇન એડવર્ટાઇઝિંગ' અભ્યાસ હાથ ધરાયો હતો આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ૧૦ માંથી ૮ લોકો જાહેરાત દ્વારા અપાતા સંદેશ ઉપર વિશ્વાસ રાખે છે.

જાહેરાત માટેનું સૌથી સામાન્ય માધ્યમ ટીવી છે અન. ૯૪ ટકા લોકો તે જુએ છે ત્યારબાદ ૮૨ ટકા ડિજિટલ ૭૭ ટકા પ્રિન્ટ અને ૨૯ ટકા રેડિયો જાહેરાત આવે છે. ટીવીના જાહેરાત નોનો-મેટ્રો માર્કેટ્સ દ્વારા ચાલે છે. રસપ્રદ તો એ છે કે ડિજિટલ માધ્યમ દ્વારા જાહેરાત જોવાનું પ્રમાણ ગ્રજીણ ક્ષેત્રે ૮૨ ટકા અને મેટ્રોમાં ૮૩ ટકા છે. નિલસનના સ્ટ્રેટજીક એલાયન્સીસ અને ન્યુ વર્ટિકલ્સના ગ્લોબલ હેડ પ્રસુન બાસુએ કહ્યું કે, અંતરિયાળ વિસ્તારમાં આ માધ્યમનું મહત્વ વધી રહ્યું છે. ગ્રાહકો દ્વારા ડિજિટલ કન્ટેન્ટનો વપરાશ વધતાં ગ્રાહકની વર્તણુક અને માર્કેટિંગમાં કાયમી બદલાવ આવી રહ્યો હોવાનું એએસસીઆઇએ નોંધ્યું હતું. તેને ધ્યાનમાં રાખતાં પ્રિન્ટ અને ટીવી જાહેરાત ઉપરાંત ડિજિટલ પ્લેટફોર્મ્સ ઉપર પણ નજર રાખવાની ગોઠવણ કરાઇ છે. તે હવે મિડલિડીંગ મેસેજ માટે ૩,૦૦૦ થી વધુ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર નજર રાખે છે.

 અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પરંપરાગત માધ્યમ ઉપર દર્શાવતી જાહેરાત ઉપર ગ્રાહકોને વધુ વિશ્વાસ છે. અખબારોમાં આવતી જાહેર ખબર ૮૬ ટકા સાથે સૌથી વિશ્વસનીય હોવાનું જણાયું છે ત્યાર પછી ૮૩ ટકા સાથે ટીવી અને ૮૩ ટકા સાથે રેડિયાનું સ્થાન છે ટેકસ્ટ-એસએમએસ દ્વારા આવતી જાહેરાત ઉપર લોકોને સૌથી ઓછો (૫૨ ટકા ) વિશ્વાસ છે.

(11:43 am IST)