Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

આજે ફરી મોંઘુ થયું પેટ્રોલ-ડીઝલ : આમ આદમીની વધી મુશ્કેલી

દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૮૩ રૂપિયા પ્રતિ લીટરને પાર થઈ છે

નવી દિલ્હી,તા.૫ : પેટ્રોલ-ડીઝલની વધી રહેલી કિંમતને કારણે સામાન્ય લોકોની મુશ્કેલી વધી છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે સતત ૧૩માં દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. જો દિલ્હીની વાત કરવામાં આવે તો શનિવારે પેટ્રોલમાં પ્રતિ લીટર પેટ્રોલમાં ૨૭ પૈસાનો અને ડીઝલમાં ૨૫ પૈસાની વધારો થયો છે. શુક્રવારે પેટ્રોલની કિંમતમાં ૨૦ પૈસા અને ડીઝલની કિંમતમાં ૨૩ પૈસાનો વધારો થયો હતો. છેલ્લા એક વર્ષની વાત કરવામાં આવે તો જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પેટ્રોલ-ડીઝલની કિંમત વધી હતી પરંતુ બાદમાં કિંમત સ્થિત થઈ ગઈ હતી. લોકડાઉન બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ૧૧ થી  ૧૩ રૂપિયાનો વધારો થયો છે.

આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમતમાં રેકોર્ડ ઘટાડા બાદ લોકોને રાહતની આશા હતી. જોકે, કેન્દ્ર સરકારે લોકોને ઝટકો આપ્યો હતો. સરકારે પેટ્રોલ પર ૧૦ રૂપિયા અને ડીઝલ પર ૧૩ રૂપિયા પ્રતિ લીટર સેસ નાખી દીધો હતો. આ પહેલા વર્ષ ૨૦૧૪માં પેટ્રોલ પર ૯.૪૮ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર ૩.૫૬ રૂપિાયા. નવેમ્બર ૨૦૧૪થી જાન્યુઆરી ૨૦૧૬ સુધી કેન્દ્ર સરકારે તેમાં નવ વખત વધારો કર્યો હતો. આ ૧૫ અઠવાડિયામાં પેટ્રોલ પર ડ્યૂટી ૧૧.૭૭ અને ડીઝલ પર ૧૩.૪૭ રૂપિયા પ્રતિ લીટર વધી છે.

  • દિલ્હી : પેટ્રોલ ૮૩.૧૩ રૂપિયા, ડીઝલ ૭૩.૩૨ રૂપિયા પ્રતિ લીટર.
  • મુંબઈ : પેટ્રોલ ૮૯.૭૮ રૂપિયા અને ડીઝલ ૭૯.૯ રૂપિયા પ્રતિ લીટર.
  • કોલકાતા : પેટ્રોલ ૮૪.૬૩ રૂપિયા, ડીઝલ ૭૬.૮૯ રૂપિયા પ્રતિ લીટર.
  • ચેન્નાઇ : પેટ્રોલ ૮૬.૦૦ રૂપિયા, ડીઝલ ૭૮.૬૯ રૂપિયા પ્રતિ લીટર.
  • નોઇડા : પેટ્રોલ ૮૩.૨૩ રૂપિયા, ડીઝલ ૭૩.૭૪ રૂપિયા પ્રતિ લીટર.
  • લખનઉ : પેટ્રોલ ૮૩.૧૪ રૂપિયા, ડીઝલ ૭૩.૬૬ રૂપિયા પ્રતિ લીટર.
  • પટના :  પેટ્રોલ ૮૦.૦૩ રૂપિયા, ડીઝલ ૭૩.૦૬ રૂપિયા પ્રતિ લીટર.
  • ચંદીગઢ : પેટ્રોલ ૭૯.૦૮ રૂપિયા, ડીઝલ ૭૧.૮૮ રૂપિયા પ્રતિ લીટર.
(11:42 am IST)