Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

કોર્પોરેટ્સને બેંક શરૂ કરવાની અમારી ભલામણ નથી : આરબીઆઇની સ્પષ્ટતા

નિર્ણય લેતા પહેલા આરબીઆઇ જાહેર જનતા પાસેથી તેમના મતંવ્યો જાણશે.

નવી દિલ્હી : કોર્પોરેટ્સને બેંક શરૂ કરવાની પરવાનગી આપવાની ભલામણ આરબીઆઇએ (RBI)કરી નથી તેમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંતા દાસે એક નિવેદનમાં જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ભલામણ આરબીઆઇએ આંતરિક સમિતિએ કરી હતી અને આ અંગેનો નિર્ણય લેતા પહેલા આરબીઆઇ જાહેર જનતા પાસેથી તેમના મતંવ્યો જાણશે.ઉલ્લેખનીય છે કે આરબીઆઇના ઇન્ટરનલ વર્કિંગ ગુ્રપ(આઇડબ્લ્યુજી)એ ભલામણ કરી હતી કે કોર્પોરેટ્સને બેંક શરૂ કરવાની પરવાનગી આપવામાં આવે. નિષ્ણાતોએ આઇડબ્લ્યુજીની આ ભલામણની જોરદાર ટીકા કરી હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે આરબીઆઇના પૂર્વ ગવર્નરો, પૂર્વ ડેપ્યુટી ગવર્નરો અને મુખ્ય આર્થિક સલાહકારોએ ભય વ્યક્ત કર્યો હતો કે જો કોર્પોરેટ્સને બેકિંગની પરવાનગી આપવામાં આવશે તો ડિપોઝિટરોના નાણા જોખમમાં મૂકાશે. આઇડબ્યુજીએ ભલામણ કરી હતી કે 50,000 કરોડ રૂપિયાથી વધુની મિલકતો ધરાવતી એનબીએફસીનું બેંકમાં રૂપાંતર કરવા અંગે વિચારવું જોઇએ.

પેમેન્ટ બેંકને સ્મોલ ફાઇનાન્સ બેંકમાં રૂપાંતર કરવામાં લાગતા સમયને પણ ઘટાડવો જોઇએ. આઇડબ્યુજીની આ ભલામણોની ભારે ટીકા થઇ હતી. દાસે આ સંદર્ભમાં આજે જણાવ્યું હતું કે આ ભલામણો આરબીઆઇની ઇન્ટરનલ વર્કિંગ ગુ્રપે કરી છે. આ ભલામણ આરબીઆઇએ કરી નથી એ વાત સમજી લેવાની જરૂર છે.

(11:31 am IST)