Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

ચીન વતી જાસૂસી કરવાના આરોપસર પકડાયેલા ફ્રી લાન્સ રિપોર્ટર રાજીવ શર્માના જામીન મંજુર : દિલ્હી હાઇકોર્ટે 1 લાખ રૂપિયાના જામીન ઉપર મુક્ત કરવાનો આદેશ કર્યો

ન્યુદિલ્હી : સપ્ટેમ્બર માસમાં ચીનને ગુપ્ત માહિતી આપવાના આરોપસર પકડાયેલા ફ્રી લાન્સ રિપોર્ટર રાજીવ શર્માના જામીન દિલ્હી હાઇકોર્ટે મંજુર કર્યા છે.

નામદાર કોર્ટે જણાવ્યા મુજબ નીચલી કોર્ટે મંજુર રાખેલી દિલ્હી પોલીસ દ્વારા ચાર્જશીટ રજુ કરવાની અમુક દિવસ સુધીની માંગણી માન્ય રાખી શકાય નહીં .  
તેને 1 લાખ રૂપિયાના જામીન ઉપર મુક્ત કરવાનો દિલ્હી હાઇકોર્ટે હુકમ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે શર્મા વિરુદ્ધ ઓફિસિયલ સિક્રેટ એક્ટ મુજબ કલમ 3 ,4 ,તથા 5 હેઠળ આરોપ લગાવી તેની ધરપકડ કરવામાં આવી હતી.જે મુજબ તેણે ચાઇનીસ ગુપ્તચર તંત્રને અમુક ખાનગી દસ્તાવેજો પુરા પાડ્યા હતા.તે ચાઇનીસ ઓફિસરો સાથે વ્હોટ્સ એપ ,ઇમેઇલ જેવા માધ્યમો દ્વારા સંપર્કમાં હતો.તેને ચાઇનીસ કંપની દ્વારા ગેરકાયદે ફંડ પણ મળ્યું હતું . તેવો આરોપ હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)