Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

મેઘાલયમાંથી વિસ્ફોટકો અને ડેટોનેટરની સાથે છ ઝડપાયા

બાતમીના આધારે હાથ ધરાયેલું સર્ચ ઓપરેશન : કારમાંથી ૨૦૦૦ જેલેટિન સ્ટિક્સ-૧૦૦૦ ડેટોનેટર જપ્ત

શિલોંગ, તા. : મેઘાલયના ઇસ્ટ જયંતિયા હિલ્સ જીલ્લામાંથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક અને ડેટોનેટર સાથે લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસે આરોપીઓની કારમાંથી ૧૦ પેટીમાં ૨૫૦ કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રી (૨૦૦૦ જિલેટિન સ્ટિક્સ), ૧૦૦૦ ડેટોનેટર જપ્ત કર્યુ હતું.

જિલ્લા પોલીસે અંગેની માહિતી આપતા જણાવ્યું કે, ખાસ બાતમીને આધારે ચાર કિમીના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યુ હતું. જે દરમિયાન અહીંના કોંગોંગ વિસ્તારમાં અસામની કાર પકડાઇ હતી. જેમાંથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી જપ્ત કરાઇ હતી.

પોલીસના જણાવ્યા મુજબ કાર સાથે બે વ્યક્તિઓની ધરપકડ કરાઇ હતી અને પૂછપરછમાં પ્રાપ્ત માહિતી મુજબ અન્ય એક સ્થળે પોલીસે દરોડા પાડ્યા હતા. દરમિયાન ત્યાંથી આશરે ૧૨૭૫ કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રી (૧૦,૨૦૦ જિલેટિન સ્ટિક્સઅને ૫૦૦૦ ડેટોનેટર જપ્ત કરાયા હતા. સ્થળેથી અન્ય ચાર આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા હતા.

પોલીસની માહિતી મુજબ અભિયાન દરમિયાન કુલ ૧૫૨૫ કિલો વિસ્ફોટક સામગ્રી જપ્ત કરાઇ હતી. આટલા મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી મળી આવતાં જીલ્લા પોલીસે સતર્કતા સાથે આગળની તપાસ હાથ ધરી હતી.

(12:00 am IST)
  • વિજય માલ્યાની ફ્રાન્સમાં આવેલી 14 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત : હાલમાં લંડન સ્થિત વિજય માલ્યા વિરુદ્ધ મની લોન્ડ્રીંગ કેસ મામલે ઇડીની કાર્યવાહી access_time 7:25 pm IST

  • મુંબઈગરાંઓ માટે 26 ઈલેક્ટ્રિક AC બસોનું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા લોકાર્પણ.: ટાટા મોટર્સ દ્વારા આ ઈલેક્ટ્રિક બસો બનાવવામાં આવી છે. કેન્દ્ર સરકારની નીતિ અનુસાર મુંબઈને આવી કુલ 340 બસ મળવાની છે... access_time 8:35 pm IST

  • દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 1.40 લાખને પાર પહોંચ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 10 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 28,222 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 96,36,741 થઇ : એક્ટીવ કેસ 4,03,015 થયા : વધુ 33,273 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 90, 91,334 રિકવર થયા : વધુ 335 ના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,40,072 થયો access_time 12:04 am IST