Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

દિલ્હીવાસીઓને કેજરીવાલની વધુ એક ભેટ : 16 ડિસેમ્બરથી ફ્રી વાઇ-ફાઇ મળશે

કેજરીવાલ સરકારે પાણી અને મેટ્રો બાદ હવે વાઇ-ફાઇ ફ્રી કરી દીધું

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભામાં ચૂંટણી પહેલાં કેજરીવાલ સરકારે પાણી અને મેટ્રો બાદ હવે વાઇ-ફાઇ ફ્રી કરી દેવામાં આવતાં વિપક્ષો માટે દિલ્હીમાં ચૂંટણી ઢંઢેરો નામ માત્રનો બનીને રહી જશે એવી શક્યતાઓ સેવાઈ રહી છે.

  આમ આદમી પાર્ટીની સૌથી મહત્વાકાંક્ષી યોજના એવી ફ્રી વાઇ-ફાઇ કરવાની ઘોષણા કરી દીધી છે જેના પ્રથમ ચરણમાં દિલ્હીના ૩૦૦૦ બસ-સ્ટૅન્ડ પર વાઇ-ફાઇ હૉટ સ્પૉટ લગાવવામાં આવશે. સમગ્ર દિલ્હીમાં કુલ ૧૧,૦૦૦ હૉટ સ્પૉટ લગાવવામાં આવશે. દરેક યુઝરને પ્રતિ મહિને ૧૫ જીબી ફ્રી ડેટા મળશે જેની શરૂઆત ૧૬ ડિસેમ્બરથી કરવામાં આવશે.

(12:24 pm IST)