Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

રિઝર્વ બેકે વ્યાજદરો યથાવત રાખ્યાઃ એસએલઆરમાં ૦.રપ ટકાનો ઘટાડોઃ મોંઘવારીનું અનુમાન ઘટાડાયું: રિઝર્વ બેંક વ્યાજ ઘટાડશે એટલે તરત જ બેંકો અને હાઉસીંગ ફાયનાન્સ કંપનીઓએ વ્યાજ-હપ્તા ઘટાડવા પડશે

મુંબઇઃ રીઝર્વે બેંકે આજે બપોરે ર.૩૦ કલાકે ક્રેડીટ પોલીસી જાહેર કરી. તમામ વ્યાજદારો યથાવત રાખવા એલાન. રેપોરેટ ૬.પ૦ ટકા ઉપર અને રિવર્સ રેપોરેટ ૬.રપ ટકા યથાવત. એસએલઆરમાં ૦.રપ ટકાનો ઘટાડોઃ રિઝર્વ બેંકે હવે પછીના ૬ માસીક ગાળા માટે મોંઘવારીનું અનુમાન ઘટાડી ર.૭ ટકાથી માંડીને ૩.ર ટકા સુધી કર્યુઃ ગ્રોથરેટ ૭.૪ ટકા રહેશેઃ હવે રિઝર્વ બેંક વ્યાજ દરોમાં ઘટાડો કરશે એટલે તરત જ બેંકો અને હાઉસીંગ ફાયનાન્સ કંપનીઓએ તરત જ વ્યાજદર ઘટાડવા પડશે અને હપ્તામાં પણ રાહત આપવી પડશેઃ નવુ મીકેનીઝમ જાહેર કરાયું.

(4:33 pm IST)