Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

મંત્રાલયની મંજૂરી

નોકરીયાત લોકોને ટૂંક સમયમાં મળશે 'ડબલ' પેન્શનની ભેટ

નવી દિલ્હી, તા.પઃ નોકરીયાત લોકો માટે મોટા સમાચાર છે. ન્યૂનતમ પેંશનને બમણું કરવાનો રસ્તો સ્પષ્ટ થઇ ગયો છે. ચ્ભ્જ્બ્ ના સેંટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે ન્યૂનતમ પેંશનને ૧ હજારથી વધારીને ૨ હજાર કરવાના પ્રસ્તાવને નાણા મંત્રાલયે પાસ કરી દીધો છે. હવે નાણા મંત્રાલાયને અંતિમ મંજૂરી આપવાની છે. જો મંજૂરી મળે છે તો આગામી વર્ષ યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલાં નોકરીયાતો માટે મોટી ભેટ હશે.

ડબલ થશે ન્યૂનતમ પેંશન

ન્યૂનતમ પેંશનને વધારવાને લઇને મંગળવારે ચ્ભ્જ્બ્ ની મહત્વપૂર્ણ બેઠક થઇ હતી. શ્રમ મંત્રી સંતોષ કુમાર ગંગવારનું કહેવું છે કે ચ્ભ્જ્બ્ સબ્સક્રાઇબર માટે ન્યૂનતમ પેંશન વધારવાના મામલે નાણા મંત્રાલય પાસે મોકલવામાં આવ્યો છે. નાણા મંત્રાલય આ પ્રસ્તાવ પર અંતિમ મંજૂરી આપશે. ન્યૂનતમ પેંશનને ૧૦૦૦ રૂપિયાથી વધારીને ૨૦૦૦ રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે. સૂત્રોનું માનીએ તો ન્યૂનતમ પેંશને ૨૦૦૦ કરવા પર અંતિમ નિર્ણય આવવાની પુરી આશા છે. સરકાર ઇચ્છે છે કે ન્યૂનતમ પેંશનને ડબલ કરવામાં આવે. આ પ્રસ્તાવ પર મોહર લગાવ્યા બાદ સરકાર ૨૦૧૯દ્ગક લોકસભા ચૂંટણી પહેલાં ન્યૂનતમ પેંશન ૧૦૦૦ થી વધીને ૨૦૦૦ રૂપિયા કરી શકે છે.

સરકારના નિર્દેશ બાદ જ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને તેનો એક પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. આ પ્રસ્તાવમાં પેંશન વધારાથી કેટલા લોકોને ફાયદો થશે. સરકારી ખજાના પર કેટલો બોજ પડશે તેના આંકડા પણ આપવામાં આવ્યા છે. ન્યૂનતમ પેંશન માટે સરકાર વાર્ષિક ૮૧૩ કરોદ રૂપિયાનું યોગદાન આપે છે.

૩૦૦૦ કરોડનો વધારાનો બોજો

ચ્ભ્જ્બ્ દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર જો સરકાર ન્યૂનતમ પેંશન વધારવાનો નિર્ણય કરે છે તો ઇપીએફઓ પર લગભગ ૩૦૦૦ કરોડ રૂપિયાનો વધારાનો બોજો પડશે. અધિકારીઓનું માનીએ તો રિયાયરમેંટ ફંડ બોડીની પાસે આટલા વધારાના પૈસા છે ન્યૂનતમ પેંશન ડબલ કરવાનો બોજો ઉઠાવી શકે. પેંશનની રકમ બમણી કરવા પાછળ સરકારનો હેતુ પેંશન ધારકોની સામાજિક સુરક્ષાના દાયરાને મજબૂત કરવાનો છે. ૪૦ લાખ પેંશન ધારકોને થશે ફાયદો

હાલના આંકડા અનુસાર આ વધારાથી એમ્લોય પેંશન સ્કીમ એટલે કે ઇપીએસના ૪૦ લાખ પેંશન ધારકોને સીધો ફાયદો થશે. તેમાંથી ૧૮ લાખ લોકોને ૧૦૦૦ રૂપિયાનું ન્યૂનતમ પેંશન મળે છે જયારે ૨૨ લાખ લોકોને ૧૫૦૦ રૂપિયા પેંશ્ન મળે છે. વર્ષ ૨૦૧૪માં ન્યૂનતમ પેંશનની સીમા ૧૦૦૦ રૂપિયા દર મહિને કરવાને મંજૂરી આપી હતી.

(4:32 pm IST)