Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

મિડ-ડે મીલઃ પ રાજયો પર ૧-૧ લાખ રૂપિયાનો દંડ ફટકારતી સુપ્રિમ કોર્ટ

અમારા આદેશ છતા રાજયોએ સકારાત્મક પગલા ભર્યા નથીઃ કોર્ટ

નવી દિલ્હી, તા.પઃ સુપ્રિમ કોર્ટે આંધ્રપ્રદેશ અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, ઓડિશા અને જમ્મુ અને કાશ્મીર પર તેમના રાજયોની મીડ-ડે મીલ યોજનાની માહિતી ઉપલબ્ધ નહી કરાવા પર એક-એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ન્યાયમૂર્તિ મદન બી લોકુર, ન્યાયમૂર્તિ દીપક ગુપ્તા અને ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તાની પીઠે આ ઉપરાંત દિલ્હી સરકાર મીડ-ડે મીલની જાણકારી ન આપવા અંગે ૨ લાખ રૂપિયાનો દંડ લગાવામાં આવ્યો.

કોર્ટે કહ્યું કે દંડની રકમને સુપ્રિમકોર્ટના કાયદાકીય સેવા સમિતિની પાસે ચાર સપ્તાહની અંદર જમા કરવામાં આવે જે યુવાઓના ન્યાયના મુદે પર ખર્ચ કરવામાં આવશે. આ આદેશ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર નિગરાની પરીષદ દ્વારા પીઆઇએલ પર આપવામાં આવ્યો છે. જેમાં કોર્ટનું ધ્યાન આ યોજનાના કાર્યાન્વયનમાં ગરબડીઓ તરફ ખેંચવામાં આવ્યું હતું. કોર્ટે કહ્યું કે મિડ-ડે મીલ બાળકો માટે લાભદાયક હતું. કોર્ટ તેના આદેશમાં કહ્યું અમે રાજયોની સહાયતા કરવા અને દરેક ડેટાને અપલોડ કરવાના પ્રયત્નો કરી રહ્યા હતા. જેવી સુધારાત્મક પગલા ભરી શકાય. પરંતુ અમારા અનેક આદેશો છતાં કેટલા રાજયોની તરફથી ખુબ જ ઓછો તેમજ કાંઇ પણ સહયોગ આપવામાં આવતો નથી.

કોર્ટે કહ્યું કે કેટલાક રાજયોએ આ યોજનાને ગંભીરતાથી નથી લીધી. આંકડાની માહિતી પણ આપવામાં ભોજન પહોંચાડવામાં આવી રહ્યું નથી.

(3:56 pm IST)