Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

તેમણે ૨૨૫ કરોડની લાંચ લીધી'તી

નવી દિલ્હી તા. ૫ : ભારતે ૨૦૧૭માં અખાતી દેશો પાસેથી તેના પ્રત્યાર્પણની માંગ કરી હતી. સીબીઆઈ અને ઈડી તેની પર તપાસ કરી રહ્યાં હતાં.

ઈડીએ જુન ૨૦૧૬માં મિશેલ વિરુદ્ઘ ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે તેણે ઓગસ્ટા વેસ્ટલેન્ડથી આશરે ૨૨૫ કરોડ રૂપિયા મેળવ્યા હતાં. ઈડીએ કહ્યું હતું કે આ રુપિયા તો કશું જ નથી, કંપની દ્વારા ૧૨ હેલિકોપ્ટરની સમજૂતીને પોતાના પક્ષમાં કરાવવા માટે વાસ્તવિક લેણદેણના 'નામ પર' આપવામાં આવેલી 'લાંચ' હતી. ફેબ્રુઆરી ૨૦૧૭માં તેની UAEમાં ધરપકડ કરવામાં આવી હતી.

મિશેલ એ ત્રણ વચેટિયામાંથી એક છે. જેની સામે તપાસ ચાલું છે. ગુઈદો હાશ્કે અને કાર્લો ગેરેસાની પણ સંડોવણી છે. કોર્ટ દ્વારા બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરાયાં પછી બન્ને એજન્સીઓએ તેની સામે ઈન્ટરપોલ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. ઈડીને તપાસમાં જાણ થઈ હતી કે મિશેલ પોતાની દુબઈની કંપની ગ્લોબલ સર્વિસના માધ્યમથી દિલ્હીની એક કંપનીનો સમાવેશ કરવા માટે ઓગસ્ટા વેસ્ટલેન્ડ પાસેથી લાંચ લીધી હતી.

જાન્યુઆરી ૨૦૧૪માં ભારતે આ સોદાને રદ કર્યો હતો. સીબીઆઈના જણાવ્યાનુસાર આ ડીલમાં ૨,૬૬૬ કરોડ રુપિયાનું નુકસાન થઈ રહ્યું હતું. આ સોદો ૮ ફેબ્રુઆરી ૨૦૧૦ના રોજ કરવામાં આવ્યો હતો. જે હેઠળ ૫૫૬.૨૬૨ મિલિયન યૂરોમાં ૧૨ હેલિકોપ્ટર ખરીદવાનાં હતાં.

(2:47 pm IST)