Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

મુસ્લિમ દેશોએ ભારતમાંથી પાઠ લેવો જોઇએ તેનાથી વિશ્વમાં શાંતિ સ્થપાશે :દલાઈ લામા

તમામ ધર્મો વચ્ચે સંકલન અને અહિંસાનાં સિંદ્ધાતોને કારણે ભારત વિકાસના પંથે

નવી દિલ્હી :તિબેટનાં આધ્યાત્મિક ગુરુ દલાઇ લામાએ કહ્યું કે, મુસ્લિમ દેશો જેવા કે બાંગ્લાદેશ, સિરીયા અને પાકિસ્તાને ધર્મ બાબતે ભારત પાસેથી શીખવું જોઇએ અને તેનાથી વિશ્વમાં શાંતિ સ્થપાશે.

   દલાઇ લામાએ વધુમાં કહ્યું કે, ભારતમાં ધર્મોની પરંપરાઓ છે અને 125 કરોડથી વધારેની વસ્તી છે. મુસ્લિમ દેશોએ ભારતમાંથી પાઠ લેવો જોઇએ જેથી શાંતિ સ્થપાઇ શકે. અહીંયા તમામ ધર્મો વચ્ચે સંકલન છે અને અહિંસાનાં સિંદ્ધાતોને કારણે ભારત વિકાસ કરી રહ્યું છે.
ભારત અને ચીનની સરહદે ડોકલામ મામલે થયેલા વિવાદ દલાઇ લામાએ કહ્યું કે, બંને દેશોએ ભેગા મળી એ પ્રશ્નનો ઉકલે લાવવો જોઇએ. હિંદી ચીની ભાઇ-ભાઇનું સુત્ર પ્રસ્તુત છે

(2:10 pm IST)