Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

સુપ્રીમકોર્ટે સરકાર પાસે ભીમા-કોરેગાંવ હિંસા કેસની ચાર્જશીટ અંગ્રેજીમાં માગી

નવી દિલ્હી :સુપ્રીમકોર્ટે મહારાષ્ટ્ર સરકારને ભીમા-કોરેગાંવ હિંસા કેસમાં પાંચ આરોપીઓ વિરુદ્ધ દાખલ ચાર્જશીટની માંગણી કરી હતી. આરોપી સુરેન્દ્ર ગાડલિંગ, સોમા સેન, મહેશ રાવત, સુધીર ધાવલે અને રોના વિલ્સન વિરુદ્ધ દાખલ ચાર્જશીટ મરાઠીમાં છે. સરકારે 8 ડિસેમ્બર સુધી તેનું અંગ્રેજી અનુવાદ સોંપવું પડશે તેમ સુપ્રિમ કોર્ટે સુચના આપી છે.

  સુપ્રીમકોર્ટ જોવા માગે છે કે પાંચેય આરોપીઓ વિરુદ્ધ કયા-કયા આરોપો છે. આ મામલે આગામી સુનાવણી 11 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકાર તરફથી સિનિયર એડવોકેટ મુકુલ રોહતગીએ આરોપીઓની જામીનની માગણીનો વિરોધ કરતાં કહ્યું હતું કે તેમના પર ગંભીર આરોપ છે. ટેક્નિકલ આધારે જામીન ન આપવા જોઈએ.

(12:48 pm IST)