Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

સન ફાર્માના માલિકને એક ઈ-મેલથી લાગ્યો મોટો ઝટકો! : માત્ર 15 મિનિટમાં ડૂબ્યા 10 હજાર કરોડ

વ્હિસલબ્લોઅરે સેબીને મોકલેલા ઈ-મેલમાં દિલીપ સંઘવી અને તેમના સંબંધી સુધીર વાલિયા પર ધર્મેશ દોશીની સાથે નાણાકીય અનિયમિતતામાં સામેલ હોવાનો આરોપ

 

નવી દિલ્હી :દેશની સૌથી મોટી ફાર્મા કંપની સન ફાર્માના માલિકનો મોટો આંચકો લાગ્યો છે. મૂળે શેર બજાર રેગ્યુલેટર સેબીને એક -મેલ મળ્યો છે. જેમાં કંપનીમાં પૈસાની લેવડ-દેવડની મોટી ગડબડનો આરોપ લગાવવામાં આવ્યો છે. ન્યૂઝ મીડિયામાં આવ્યા બાદ કંપનીના શેરમાં ભારે ગાબડું જોવા મળ્યું. શેર સોમવારે 10 ટકા સુધી ગબડી ગયો છે. એવામાં કંપનીના માલિક દિલીપ સંઘવીને 10 હજાર કરોડ રૂપિયાથી વધુ ડૂબી ગયા

   વ્હિસલબ્લોઅરે સેબીને મોકલેલા -મેલમાં સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝના ફાઉન્ડર-મેનેજિંગ ડાયરેક્ટર દિલીપ સંઘવી પર અને તેમના સંબંધી સુધીર વાલિયા પર ધર્મેશ દોશીની સાથે નાણાકીય અનિયમિતતામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. વ્હિસલબ્લોઅરે લખ્યું છે કે સન ફાર્માની શરૂઆતની એફસીસીબીથી મોટું ફંડ ઊભું કર્યા બાદ ગ્રુપ (દોશી, વાલિયા, સંઘવી અને સન ફાર્મા) એફસીસીબી કન્વર્જન કે એફસીસીબી કન્વર્જનથી મળેલા પૈસાથી બીજી કંપનીઓમાં મોટી ભાગીદારી ખરીદવાનું શરૂ કર્

   વ્હિસલબ્લોઅરે માર્કેટ રેગ્યુલેટર સેબીને મોકલેલા 150 પેજના પત્રમાં અનેક આરોપ લગાવ્યા. સેબીએ 2001માં શેર બજારમાં થયેલા સ્કેમ બાદ ધર્મેન્દ્ર દોશી અને કેતન પારેખને માર્કેટથી બેન કરી દીધા હતા. દોશી, પારેખનો જૂનો સહયોગી છે. જોકે, મીડિયા રિપોર્ટ્સમાં વ્હિસલબ્લોઅરની સત્યતાની પુષ્ટિ નથી કરવામાં આવી. એક વેબસાઇટ મનીલાઇફએ સેબીને મોકલવામાં આવેલી ફરિયાદને શનિવારે પબ્લિશ કરી હતી. કેતન પારેખ સ્કેમમાં ધર્મેશ દોશીનું નામ આવ્યું હતું

   ફરિયાદ મુજબ, વર્ષ 2002-07 દરમિયાન સન ફાર્માએ ફોરેન કરન્સી કન્વર્ટિબલ બોન્ડસ (FCCB)ના અનેક રાઉન્ડ્સમાં ભારતે અનિયમિતતા કરી હતી, જેનું પ્રબંધન જેરમિન કેપિટલ એલએલસીએ કર્યું હતું. કેતન પારેખ સ્કેમ પર વર્ષ 2001માં સેબી દ્વારા આપવામાં આવેલા આદેશ મુજબ, સ્કેમમાં જેરમિન કેપિટલ એલએલસી, જેરમિન કેપિટલ પાર્ટનર્સ અને ધર્મેશ દોશી/કેતન પારેખની વચ્ચે સંબંધ સામે આવ્યો છે.

આવી રીતે થઈ હતી FCCBsની ડીલ: વ્હિસલબ્લોઅરે આરોપ લગાવ્યો ., FCCBs માટે શરૂઆતમાં બોમિન ફાઇનાન્સ લિમિટેડ, ફર્સ્ટ ઇન્ટરનેશનલ ગ્રુપ, ઓર્બિટ ઇન્વેસ્ટમેન્ટ અને સન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટે સબ્સક્રાઇક કર્યો હતો. જોકે બાદમાં ટ્રાન્જેક્શનના માધ્યમથી તેમને ઓરેન્જ મોરેશિયસ ઇન્વેસ્ટમેન્ટ લિ. અને હિપનોસ ફંડ લિ.ને એલોટ કરી દેવામાં આવ્યા હતા

   મામલા પર સન ફાર્માના માલિક દિલીપ સંઘવીએ કહ્યું કે અમે વિશ્વનીયતા એન કોર્પોરેટ ગર્વનન્સને ફરીથી સ્થાપિત કરવા માટે કામ કરીશું. તેના માટે પહેલાના કેટલાક ચુકાદાની સમીક્ષા કરવામાં આવશે અને તેને પરત પણ લઈ શકાય છે. તેમાં કર્મચારીઓ અને અન્યને 25 કરોડ રૂપિયા ડોલરની લોન આપવાનો નિર્ણય પણ સામેલ છે

   સંઘવીએ સોમવારે કહ્યું કે, બ્રોકરેજ ફર્મના પબ્લિક ડોમેનથી મળેલી સૂચનાઓના આધારે અનેક સવાલ ઉઠાવ્યા છે. વાતો લોકોને ઘણા સમયથી ખબર છે. તેમાંથી કેટલાકને સન ફાર્મા સાથે કોઈ સંબંધ નથી તો કેટલુંક ખોટું છે. કેટલીક વિગતો તો 15 વર્ષ જૂની છે. તેઓએ કહ્યું કે મેક્કાયરીના રિસર્ચ નોટમાં સન ફાર્મામાં કોર્પોરેટ ગર્વનન્સને લઈને ગંભીર આરોપ લગાવ્યો

 

(12:00 am IST)