Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

ઝારખંડના મુખ્યમંત્રીના ફોનમાં નેટવર્ક ગાયબ !! : BSNL અધિકારીઓને જેલમાં ધકેલવા કર્યો નિર્દેશ સીએમએ અધિકારીઓનો બરાબરનો ક્લાસ લીધો :મોડીરાત્રે 12થી 3 બંનેને પોલીસ સ્ટેશને બેસાડી રાખ્યા

ઝારખંડના મુખ્યમંત્રી રઘુવર દાસ  સંતાલના પ્રવાસે નીકળ્યા હતા તે સમયે તેમના ફોનમાં નેટવર્ક ગાયબ થઈ જતા ગુસ્સે થયેલા મુખ્યમંત્રીએ દુમકા બીએસએનએલન ટીડીએમ પીકે સિંહ, જેટીઓ અને સહ એસડીઈને ઘરેથી બોલાવવામાં આવ્યા અને બંનેને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યાહતા  બંને બીએસએનએલ અધિકારીઓને રાત્રે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવ્યા. ત્યારબાદ પોલીસે બંનેન છોડી મુક્યા.


   અત્રે ઉલ્લેખનીય છે કે, રાત્રી વિશ્રામ માટે મુખ્યમંત્રી દુમકાના રાજભવનમાં રોકાયા હતા. ત્યાં બીએસએનએલનું નેટવર્ક ન હોવાના કારણે તેમનો મોબાઈલ કામ કરી રહ્યો ન હતો. જેથી ગુસ્સે થયેલા સીએમએ રાત્રે જ બીએસએનએલના બે અધિકારીઓને બોલાવ્યા, સીએમ સામે તેમણે નેટવર્ક નહી આવવાનું કારણ જણાવ્યું, પરંતુ અસંતુષ્ટ મુખ્યમંત્રીએ પહેલા બંનેનો બરોબર ક્લાસ લીધો અને બાદમાં જેલમાં ધકેલી દેવાનો નિર્દેશ આપ્યો. જોકે, બંને અધિકારીઓ વિરુદ્ધ કોઈ ફરિયાદ નોંધવામાં આવી ન હતી.

   સીએમ રઘુવર દાસ એક રાજનીતિજ્ઞ તથા વર્તમાનમાં ઝારખંડના મુખ્યમંત્રી છે. તે ઝારખંડના જમશેદપુરથી ધારાસભ્ય છે. 2014ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે જમશેદપૂર પૂર્વ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં ચૂંટણી લડી હતી. તેમણે ઈન્ડીયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર આનન્દ બિહારી દુબેને 70157 વોટથી હરાવી જીત મેળવી હતી.

રઘુવર દાસનો જન્મ 3 મે 1955માં જમશેદપુરમાં થયો હતો. 1977માં તે જનતા પાર્ટીના સભ્ય બન્યા તથા 1980માં બીજેપીની સ્થાપના સાથે તે સક્રિય રાજનીતિમાં આવ્યા. 1955માં પહેલી વખત જમશેદપુર પૂર્વ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારથી સળંગ પાંચ વખત તેમણે આ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જીતી છે

(12:00 am IST)