Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

ઇશા અંબાણી અને આનંદ પિરામલના લગ્નમાં આવનારા મહેમાનો માટે ખાસ ચાર્ટર્ડ પ્લેન બુક કરાવાયુ

ઈશા અંબાણી અને આનંદ પિરામલ આ વર્ષે 12 ડિસેમ્બરના રોજ મુંબઈમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે. પરંતુ લગ્ન પહેલા વીકેન્ડમાં અંબાણી અને પિરામલ પરિવાર પ્રિ-વેડિંગ પાર્ટીઝનું આયોજન કરી રહ્યું છે.

ઉદેપુરમાં 8 અને 9 ડિસેમ્બરે અંબાણી અને પિરામલ ફેમિલી ધામધૂમથી લગ્ન પહેલાની રસમ પૂરી કરશે. અંબાણી પરિવાર આ પ્રસંગોમાં શામેલ થનારા મહેમાનોની મહેમાનગતિમાં કોઈ કસર છોડવા નથી માંગતુ. આથી જ મહેમાનો માટે ખાસ ચાર્ટર્ડ પ્લેન બુક કરાવાયા છે.

ઉદેપુર એરપોર્ટ પર 200 જેટલા ચાર્ટર્ડ પ્લેન લેન્ડ અને ટેક ઓફ થશે. તેનું મુખ્ય કારણ અંબાણી પરિવારના લગ્ન અને રાજસ્થાનમાં ચાલતો છેલ્લા તબક્કાનો ચૂંટણી પ્રચાર છે. રાજસ્થાનમાં 7 ડિસેમ્બરથી ચૂંટણી શરૂ થઈ રહી છે. આથી ઘણા રાજકારણીઓ પણ આ ગાળામાં ઉદેપુરની મુલાકાત લેવાના છે. અંબાણી વેડિંગ અને ચૂંટણીના કારણે 10 દિવસમાં ઉદેપુરના મહારાણા પ્રતાપ એરપોર્ટ પર 200 જેટલી ચાર્ટર્ડ ફ્લાઈટ્સ લેન્ડ થશે.

ઈશા-અંબાણી અને આનંદ પિરામલના પ્રસંગો દરમિયાન રોજના 30થી 50 એરક્રાફ્ટ લેન્ડ અને ટેક ઓફ થશે. સાધારણ દિસોમાં ઉદેપુર મહારાણા પ્રતાપ એરપોર્ટ પર 19 જેટલા કોમર્શિયલ પ્લેન લેન્ડ થાય છે. તેની સંખ્યા હવે આગામી દિવસોમાં અનેક ગણી વધી જવાની છે.

અંબાણીએ આ દિવસોમાં ઉદેપુરની બધી જ ફાઈવ સ્ટાર હોટેલ્સ બુક કરાવી દીધી છે. ઈશા અને આનંદ પિરામલના પ્રિ-વેડિંગ ફંક્શન્સમાં આખી દુનિયામાંથી સેંકડો મહેમાનો આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત સેરેમનીની તૈયારી કરતી ટીમના પણ અનેક સભ્યો છે.

ચર્ચા મુજબ અંબાણી પરિવારે તેમના મહેમાનોને લાવવા લઈ જવા માટે હજારો લક્ઝરી કાર બુક કરી છે. તેમાં જગુઆર, પોર્શે, મર્સિડિઝ, ઔડી અને BMWનો સમાવેશ થાય છે. ઈશા અને આનંદની લેક કોમો ખાતે સગાઈ દરમિયાન 600 મહેમાન ને આમંત્રણ અપાયુ હતુ. હવે તેમના પ્રિ-વેડિંગ ફંક્શનમાં અનેક ગણા વધારે લોકો હાજરી પૂરાવે તેવી શક્યતા છે. 12 ડિસેમ્બરે ઈશા અને આનંદ લગ્નના બંધનમાં બંધાઈ જશે.

(12:00 am IST)