Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

છતીસગઢમાં સુરક્ષાબળો સાથે અથડામણમાં ર નકસલીઓ ઠારઃ હથીયાર અને વિસ્‍ફોટક જપ્ત

        દંતેવાડા ( છતીસગઢ) માં મંગળવારે સવારે ૧૧-૩૦ વાગ્‍યે જિલ્લા રીઝર્વ ગાર્ડ (ડીઆરજી) ની ટીમએ અથડામણમા ર નકસલીઓને ઠાર કર્યા હતા.

        એક અધિકારીએ બતાવ્‍યું કે મુંગા ગામના જંગલમા અથડામણ એ સમયે ચાલુ થઇ જયારે ટીમ સુરક્ષા કરી રહી હતી. એમણે કહ્યું કે થોડા હથિયાર અને વિસ્‍ફોટક પણ જપ્ત કરવામાં આવ્‍યા. અને વિસ્‍તારમાં તલાશી અભીયાન ચાલુ છે. ઘટના સ્‍થળેથી મૃતદેહ  જપ્ત કરવામાં આવ્‍યા છે.

(11:44 pm IST)