Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

દેશની દિગ્ગજ આઈટી કંપની ઈન્ફોસિસ 12000 કર્મચારીઓની છટણી કરશે

જાણીતી આઈટી કંપની કોગ્નિઝન્ટે પણ 13000 કર્મચારીઓને છુટા કરવાની જાહેરાત કરી

 

નવી દિલ્હી :દેશની દિગ્ગજ આઈટી કંપની ઈન્ફોસિસે 12000 કર્મચારીઓની છટણી કરવાની કરેલી જાહેરાતથી ખળભળાટ મચી જવા પામ્યો છે તાજેતરમાં જાણીતી આઈટી કંપની કોગ્નિઝન્ટે પણ 13000 કર્મચારીઓને છુટા કરવાની જાહેરાત કરી હતી અને હવે ઈન્ફોસિસ પણ રસ્તે જઈ રહી છે.કંપની એવા કર્મચારીઓને છુટા કરશે જેમનો પગાર બહુ વધારે છે.

કંપનીએ જે એલ 6 કેટેગરીમાં આવતા 2200 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવાનુ નક્કી કર્યુ છે. કેટેગરીમાં મોટાભાગે સિનિયર કર્મચારીઓ છે.જ્યારે જેએલ 3, જેએલ 4 અને જેએલ 5 કેટેગરીમાં આવતા બે થી પાંચ ટકા કર્મચારીઓને છુટા કરવામાં આવશે. હિસાબે જોવામાં આવે તો કુલ 12000 કર્મચારીઓને કંપની નોકરીમાંથી છુટા કરવા જઈ રહી છે.

અંગ્રેજી અખબારના અહેવાલના પ્રમાણે 50 જેટલા કર્મચારીઓ એવા છે જે આસિસટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ, સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટના હોદ્દા પર છે. તમામને કંપની છુટા કરશે.ઈન્ફોસિસના ઈતિહાસમાં પહેલી વખત કંપની આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓને છુટા કરી રહી છે. પહેલા કર્મચારીઓ પોતાની જાતે કંપનીમાંથી છુટા થઈ જતા હતા.

(11:30 pm IST)