Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડમાં પાકિસ્તાન-નેપાળથી પણ પાછળ ભારત, ઉકલાના નવા રિપોર્ટમાં ખુલાસો

11.18 એમબીપીએસની ભારતની સરેરાશ ડાઉનલોડ ગતિ

નવી દિલ્હી : ભારતની તમામ ટેકનોલોજી કંપનીઓ ભલે પોતાના નેટવર્ક પર ધાસૂં ઈન્ટરનેટની સ્પીડનો દાવો કરીને ખુશ થતા હોય પરંતું સચ્ચાઈ એ છે કે મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડનાં મામલે ભારત નેપાળ અને પાકિસ્તાન કરતા ઘણું પાછળ છે. ભારતીય ટેલિકોમ કંપનીઓની ઈન્ટરનેટ સ્પીડની પોલ ઉકલાએ પોતાનો નવો રિપોર્ટ જારી કર્યો છે .

    ઉકલાએ તમામ દેશોમાં મોબાઈલ ઈન્ટરનેટની સ્પીડને લઈને સપ્ટેમ્બર 2019નો આંકડો જાહેર કર્યો છે. જેમાં ભારતને ઉકલાએ તમામ દેશોમાં મોબાઇલ ઇન્ટરનેટની ગતિ અંગે સપ્ટેમ્બર 2019 ના ડેટા જાહેર કર્યા છે, જેમાં ભારત શ્રીલંકા, પાકિસ્તાન અને નેપાળની નીચે 128 મા ક્રમે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે, ભારતીય મોબાઇલ ઇન્ટરનેટની સરેરાશ ડાઉનલોડ ગતિ 29.5 એમબીપીએસ હતી, જ્યારે અપલોડની ગતિ 11.34 એમબીપીએસ અંદાજવામાં આવી હતી

   ઉકલા દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર, દક્ષિણ કોરિયા 95.11 એમબીપીએસની ડાઉનલોડ ગતિ સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે અહીં અપલોડ કરવાની ગતિ 17.55 એમબીપીએસ છે. જોકે, ફિક્સ લાઇન બ્રોડબેન્ડ સ્પીડના સંદર્ભમાં ભારતની સ્થિતિમાં સુધારો થયો છે.

  ઉકલાના  સપ્ટેમ્બર મહિનાના અહેવાલ મુજબ, ભારતમાં ડાઉનલોડ માટેની સરેરાશ ગતિ 111.18Mbps હતી, જ્યારે અપલોડ કરવાની ગતિ 4.38Mbpsનોંધાઈ હતી. શ્રીલંકામાં મોબાઇલ ઇન્ટરનેટની સરેરાશ ડાઉનલોડ ઝડપ 22.53Mbp છે અને અપલોડની ઝડપ 0.59Mbps છે. આ કેસમાં પાકિસ્તાન 112 છે. પાકિસ્તાનમાં મોબાઇલ ઇન્ટરનેટની સરેરાશ ડાઉનલોડિંગ ગતિ 114.38Mbps હતી અને અપલોડની ગતિ 10.32Mbps હતી.

(9:48 pm IST)