Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

તીસ હજારી કોર્ટ હિંસા: દિલ્હી પોલીસની તમામ માગણીનો સ્વીકાર : 10 કલાક બાદ ધરણા પૂર્ણ

પોલીસકર્મીઓ હવે મુખ્યાલયથી હટીને ઇન્ડિયાગેટ પહોંચવા લાગ્યા

નવી દિલ્હી : દિલ્હીની તીસ હજારી કોર્ટ બહાર 2 નવેમ્બરને પોલીસ અને વકીલોની વચ્ચે જે હિંસક મામલો બન્યો હતો ત્યારબાદ  પોલીસની તમામ માગો માન્યા બાદ મુખ્યાલયની સામે પોલીસકર્મીનો ધરણા પૂર્ણ થયાં છે. પ્રદર્શનકારી ત્યાંથી ઘટવા લાગ્યા છે.

 જો કે, પોલીસકર્મીઓ હવે મુખ્યાલયથી હટીને ઇન્ડિયાગેટ પહોંચવા લાગ્યા છે. ત્યાં ધરણા શરૂ થયા છે. તેની વચ્ચે હિમાચલ પ્રદેશ IPS એસોસિએશને પણ તીસ હજારી કોર્ટમાં થયેલ દિલ્હી પોલીસ પર હિંસાની નિંદા કરી છે.

વકીલો દ્વારા પોતાની વિરુદ્ધ મારપીટથી આક્રોશિત સેંકડો પોલીસકર્મી પોતાના જ મુખ્યાલયની બહાર ન્યાયની માંગને લઇને વિરોધ પ્રદર્શન કર્યું હતું  પ્રદર્શન કરનાર પોલીસ કર્મીઓ પોતાની માંગ પર અડગ છે. ત્યારે દિલ્હી પોલીસના જોઇન્ટ કમિશ્નર દેવેશ ચંદ્ર શ્રીવાસ્તવે પોલીસ કર્મીઓને ન્યાયનો ભરોસો અપાવતા કામ પર પરત ફરવાની અપીલ કરી હતી .

સીનિયર અધિકારી વિશ્વાસ અપાવ્યો કે, પોલીસ કર્મીઓની તમામ માંગ પુરી કરવામાં આવશે. જોકે, કેટલાક પોલીસ કર્મીઓ ઘટના સ્થળેથી પાછા ફરી રહ્યા છે. જેથી લાગી રહ્યું છે કે જલ્દી જ પ્રદર્શન ખતમ થઇ શકે છે.

(9:42 pm IST)